Western Times News

Gujarati News

મુંબઈઃ સાતમા માળની બાલ્કનીમાંથી બાળકી નીચે પટકાતાં મોત

મુંબઈ, એક ત્રણ વર્ષની છોકરી તેના હાથમાંથી છટકીને નીચે પડી ગયેલા ફોનને શોધવાના પ્રયાસમાં સાતમા માળની બાલ્કીનીની રેલિંગ પર ચડી ગઈ હતી અને ત્યાંથી જમીન પર પટકાતાં તેનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું.

મૃતક બાળકી શ્રેયા મહાજન, વસઈ પશ્ચિમમાં હેરિટેજ સિટીના રિજન્સી વિલામાં સાતમા માળે ફ્લેટમાં એકલી હતી, કારણ કે સવારે ૭.૧૫ કલાકે જ્યારે ઘટના બની ત્યારે તેની માતા શ્રદ્ધા તેની મોટી દીકરીને (ઉંમર ૭ વર્ષ) બિલ્ડિંગ બહાર રહેલા સ્કૂલ બસ સ્ટોપ પાસે છોડવા ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, તેમને કમ્પાઉન્ડમાંથી બાળક અને ફોન કઈ સ્થિતિમાંથી મળી આવ્યા હતા તેના આઘારે ઘટનાને અનુક્રમમાં ગોઠવી હતી.

બાળકીની માતા શ્રદ્ધા જ્યારે તેની મોટી દીકરીને બસ સ્ટોપ પર મૂકવા ગઈ ત્યારે શ્રેયા મહાજન ઘરના બેડરૂમમાં એકલી ઉંઘી રહી હતી. આ દરમિયાન શ્રેયા ઉઠી ગઈ હતી અને આસપાસ ક્યાંય માતાને ન જાેતાં બાલ્કની તરફ ગઈ હતી.

તેણે ત્યાં પડેલો માતાનો ફોન હાથમાં લીધો હતો અને બાલ્કનીમાં ગઈ હતી. ફોન રેલિંગની વચ્ચેની જગ્યામાંથી નીચે પડી ગયો હતો. તે રેલિંગ પર ચડી ગઈ અને ત્યાંથી લપસી હતી. તે એસીની થાંભલી સાથે અથડાઈ હતી અને ત્યાંથી કમ્પાઉન્ડમાં પડી હતી.

સિક્યુરિટી ગાર્ડને અવાજ સંભળાતા તેઓ તરત જ તે દિશામાં ભાગ્યા હતા અને એલાર્મ વગાડ્યું હતું. તરત જ ફ્લેટમાં રહેતા લોકો ત્યાં એકઠા થઈ હતા. તે સમયે શ્રદ્ધા પર ત્યાં આવી પહોંચી હતી અને દીકરી શ્રેયાને લોહીથી ભરેલા ખાબોચિયામાં જાેઈ હતી. તેને આ રીતે જાેઈને તેને આઘાત લાગ્યો હતો.

શ્રેયાને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં મૃત જાહેર કરાઈ હતી. બાળકીના પિતા એક ખાનગી કંપનીમાં સીનિયર પોઝિશન પર કામ કરે છે અને હાલ તેઓ આ જ અંગે સિંગાપોરમાં છે.

ઘટના બાદ પોલીસે ઘરમાં નાના બાળકો ધરાવતા રહેવાસીઓને આખી બાલ્કનીમાં ગ્રિલ્સ લગાવવા માટે સૂચના આપી હતી તેમજ બાળકોને ઘરમાં એકલા ન મૂકવાનું પણ કહ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા આકસ્મિક મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.