Western Times News

Gujarati News

પાકિસ્તાનના પ્રથમ હિન્દુ મહિલા ડીએસપી બન્યા

કરાચી, માત્ર ૨૬ વર્ષની ઉંમરે મનિષા રુપેતાએ એ કરી બતાવ્યું જે ૭૫ વર્ષના ઈતિહાસમાં કોઈ નથી કરી શક્યું. તમામ પડકારોનો સામનો કરીને મનિષા પાકિસ્તાનના પ્રથમ હિન્દુ ડીએસપી બની ગયા છે. મનિષાએ આ પદ મેળવીને પોતાના પરિવારજનોને ખોટા સાબિત કરી દીધા છે.

મનિષાનું લક્ષ્ય મહિલા રક્ષક બનવાનું છે. તે પિતૃસત્તાક સમાજમાં સમાનતા લાવવા માંગે છે, મહિલાઓને આર્ત્મનિભર બનાવવા માંગે છે અને તેના માટે તમામ પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે.

મનિષા સિંધ પ્રદેશના જેકોબાબાદથી આવે છે. મનિષાનું માનવું છે કે, પિતૃસત્તાક પાકિસ્તાનમાં મહિલાઓનું સૌથી વધારે શોષણ થાય છે તેમજ તેઓ અનેક પ્રકારના ક્રાઈમનો પણ શિકાર બને છે. મનિષાએ ગત વર્ષે સિંધ પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષા પાસ કરી હતી.

૧૫૨ સફળ ઉમેદવારોની યાદીમાં મનિષાનો ૧૬મો ક્રમાંક હતો. અત્યારે મનિષા તાલીમ મેળવી રહ્યા છે. તાલીમ પછી લ્યારી વિસ્તારમાં ડીએસપી તરીકે તેઓ કાર્યરત થશે. મનિષા જણાવે છે કે, બાળપણથી જ મેં અને મારી બહેનોએ આ જૂની શૈલી જાેઈ છે, જ્યાં છોકરીઓને કહેવામાં આવે છે કે જાે તેઓ ભણીને કામ કરવા માંગે છે તો તેમના માત્ર ટીચર અથવા ડોક્ટરનો જ વિકલ્પ છે.

મધ્યમવર્ગીય પરિવારથી આવતા મનિષા જણાવે છે કે, એવી માન્યતા છે કે સારા પરિવારોની છોકરીઓએ પોલીસ સર્વિસ અથવા ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કામ ના કરવું જાેઈએ. હું આ માન્યતાને તોડવા માંગુ છું.

તેઓ આગળ જણાવે છે કે, આપણા સમાજમાં મહિલાઓનું સૌથી વધારે શોષણ થાય છે અને તેઓ વિવિધ ગુનાઓનો શિકાર બનતી હોય છે. હું પોલીસમાં જાેડાઈ કારણકે મને લાગે છે કે આપણને એક વુમન પ્રોટેક્ટરની જરૂર છે. મને લાગે છે કે એક ઉચ્ચ અધિકારી તરીકે કામ કરવાને કારણે હું મહિલાઓને સશક્ત કરી શકીશ અને તેમને આગળ લાવવામાં યોગદાન આપી શકીશ.

મનિષા માત્ર સમાજમાં જ નહીં, પોલીસ દળમાં પણ મહિલાઓની સમાનતા અને સશક્તિકરણ માટે કામ કરવા માંગે છે. મનિષાને પહેલાથી જ પોલીસ ફોર્સ દ્વારા કરવામાં આવતા કામથી પ્રેરણા મળતી હતી. નોંધનીય છે કે પિતાના મૃત્યુ પછી મનિષાના માતાએ જ તેમનો ઉછેર કર્યો. મનિષાના માતા બાળકો સાથે કરાચી શિફ્ટ થઈ ગયા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.