Western Times News

Gujarati News

વટવામાં પાંચથી વધુ દુકાનો અને ગોડાઉનોના તાળા તૂટ્યા

વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારમાં ભારે ઉહાપોહઃ ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓએ શરૂ કરેલી તપાસઃ સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના પવિત્ર તહેવારોમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ ન બને તે માટે પોલીસતંત્ર દ્વારા એલર્ટના દાવા કરવામાં આવ્યા હતા તથા શહેરમાં નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવાયું હતું તેમ છતાં તસ્કરો અને લુંટારુઓએ શહેરમાં ખુલ્લેઆમ ચોરી અને લુંટની ઘટનાઓને અંજામ આપેલો છે

તમામ વહેપારીઓએ આ અંગે ઉગ્ર રજુઆતો કરી હતી

જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ગઈકાલે રાત્રે વટવા વિસ્તારમાં આવેલા નીકા ટ્યુબ ચાર રસ્તા પાસે એક સાથે પાંચ જેટલી દુકાનોના તાળા તોડી તસ્કરોએ મોટી રકમની માલમત્તાની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા છે અને વહેલી સવારથી જ આ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વહેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન તસ્કરો પણ દિવાળીનો તહેવાર ઉજવતા હોય છે શહેરના બજારોમાં પોલીસ તૈનાત હોય છે જાકે શહેરમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ગેંગનો આંતક સતત જાવા મળી રહયો છે

ચોરીની ઘટનાઓને અટકાવવા માટે શહેરમાં પોલીસનું સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે તેમ છતાં રોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ઘરફોડ ચોરીના બનાવ બની રહયા છે. શહેરના વટવા વિસ્તારમાં નીકા ટ્યુબ ચાર રસ્તા પાસે આજે સવારથી જ વહેપારીઓએ ભારે હોબાળો મચાવેલો છે.

ગઈકાલે લાભ પાંચમના શુભ મુહુર્તમાં વહેપારીઓએ દુકાનો ખોલી મુહુર્ત કર્યા હતા અને ત્યારબાદ આજે સવારે ફરી વખત વહેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કરી દીધા છે. આજે સવારે વટવા વિસ્તારમાં નીકા ટયુબ ચાર રસ્તા પાસે આવેલી દુકાનો અને ગોડાઉનોમાં વહેપારીઓ નિત્યક્રમ મુજબ પહોંચ્યા ત્યારે કેટલીક દુકાનોના તાળા તુટેલા જાવા મળ્યા હતા

જેના પરિણામે ભારે બુમાબુમ કરી મુકી હતી જેના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા આ સ્થળ પર દુકાનો અને ગોડાઉનો પણ આવેલા છે. વહેપારીઓએ તપાસ કરતા કુલ પાંચ જેટલી દુકાનો અને ગોડાઉનોના તાળા તૂટેલા જાવા મળ્યા હતાં.

ઘટનાની જાણ થતાં અન્ય વહેપારીઓ પણ દોડી આવ્યા હતા નવા વર્ષના પ્રારંભે જ તસ્કરોએ ચોરી કરતા વહેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે  મોટી સંખ્યામાં એકત્ર થયેલા વહેપારીઓએ આ અંગેની જાણ વટવા જીઆઈડીસી પોલીસને કરતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક પોલીસનો મોટો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો.

વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક સાથે પાંચ જેટલી દુકાનો અને ગોડાઉનોના તાળા તુટયાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો તમામ વહેપારીઓએ આ અંગે ઉગ્ર રજુઆતો કરી હતી.

વહેપારીઓએ તપાસ કરતા દુકાનો અને ગોડાઉનોમાંથી મોટી રકમની માલમત્તા ચોરાઈ હોવાનું જાણવા મળી રહયું છે. સ્થળ ઉપર પહોંચેલા પોલીસ અધિકારીઓએ વહેપારીઓની પુછપરછ કરતા ગોડાઉનમાં મોટી રકમનો મુદ્દામાલ પડયો હોવાનું જાણવા મળી રહયું છે. અમદાવાદ શહેરમાં વટવા ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા છે.

એક સાથે શહેરમાં અનેક સ્થળોએ ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે સવારથી જ વટવા વિસ્તારમાં ચોરીની સામુહિક ઘટનાથી ચોકી ઉઠેલા અધિકારીઓએ સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.