Western Times News

Gujarati News

પાંચ ટ્રિલિયન ડોલરના લક્ષ્ય સામે કેટલાક ગંભીર પડકાર

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારતીય અર્થવ્યવસ્થાને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાના સપનાને લઇને શંકાના વાદળો ઘેરાઈ ગયા છે. બજેટ પહેલા રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં ચાલુ નાણાંકીય વર્ષ માટે વિકાસદરનો અંદાજ ૭ ટકા મુકવામાં આવ્યો હતો. તે વખતે તમામ આર્થિક નિષ્ણાતો કહી રહ્યા હતા કે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે જરૂરી છે કે, વિકાસની ગતિ ઓછામાં ઓછી ૭ ટકાથી ઉપરની રાખવામાં આવે પરંતુ હવે આંકડાઓને જાતા અનેક પ્રકારની સમસ્યાઓ દેખાઈ રહી છે.

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો ભારતીય અર્થવ્યવસ્થા ૨૦૨૦-૨૪ વચ્ચે ૬.૬ ટકાના દરે આગળ વધશે. ૨૦૧૩-૧૭ના ગાળા દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં વિકાસદર ૭.૪ ટકાનો રહ્યો હતો.

આ નાણાંકીય વર્ષની વાત કરવામાં આવે તો રિઝર્વ બેંક, વર્લ્ડ બેંક, આઈએમએફ જેવી સંસ્થાઓએ વિકાસદરનો અંદાજ ઘટાડી દીધો છે. ૨૦૧૩-૧૭ના ગાળા દરમિયાન વિકાસદર ૭.૪ ટકા રહ્યા બાદ ખુબ મોટી આશા દેખાઈ રહી હતી. આગામી પાંચ વર્ષમાં પાંચ લાખ કરોડ ડોલરના અર્થતંત્ર સુધી પહોંચવા માટે ખુબ ઝડપથી કામ કરવાની જરૂર છે.

આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે અનેક પડકારો રહેલા છે. આર્થિક નિષ્ણાતોના કહેવા મુજબ આના માટે વિકાસની ગતિ ૧૦ ટકાથી ઉપર રહે તે જરૂરી છે અને ઓઇસીડીના કહેવા મુજબ ૨૦૨૦થી લઇને ૨૦૨૪ સુધી વિકાસ દર ૬.૬ ટકા રહી શકે છે. આવી સ્થિતિમાં  ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર સુધી પહોંચવાની બાબત ખુબ પડકારરુપ દેખાઈ રહી છે. તમામ આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે, વિકાસદરને અતિઝડપથી આગળ લઇ જવાની જરૂર છે. જ્યાં સુધી સામાન્ય લોકોના ખિસ્સામાં પૈસા આવશે નહીં ત્યાં સુધી વિકાસની ગતિ તીવ્ર બનશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.