Western Times News

Gujarati News

૧૨૦૦ હેક્ટરમા ફેલાયલા ચંડોળા તળાવના વિકાસની પ્રક્રિયા શરૂ

File

ગુજરાત સરકાર તરફથી અમદાવાદ મહાનગરપાલિકાને ૮૧ તળાવ ડેવલપ કરવા માટે આપવામાં આવ્યા છે

અમદાવાદ, શહેરમા માટે લેન્ડમાર્ક ગણાતા કાંકરિયા લેન્ક ફ્રન્ટ જેવું જ વધુ એક તળાવ ડેવલપ કરવાની હિલચાલ ચાલી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ચંડોળા તળાવના વિકાસ માટે પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્ય સરકાર હસ્તગત આવેલા ૮૦ થી વધુ તળાવ એએમસીને બ્યુટીફિકેશન માટે સોપવામા આવ્યા છે.

જે અતંર્ગત અમદાવાદ શહેરના સૌથી મોટા અને ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવનો પણ સમાવેશ કરાયો છે. સરકાર તરફથી અમદાવાદ મહાનગરપાલિકાને ૮૧ તળાવ ડેવલપ કરવા માટે અપાયા છે . હાલ એએસમી દ્વારા કાંકરિયા લેક્ર ફન્ટ માફક અન્ય તળાવો પણ ડેવલપ કરાઇ રહ્યા છે .

શહેરના સૌથી મોટુ તળાવ એટલે, ચંડોળા તળાવ હાલ એએમસીને રાજ્ય સરકારનું સિંચાઈ વિભાગ સોંપી રહ્યું છે. એએમસી દ્વારા ચંડોળા તળાવના વિકાસ માટે હાલ પ્લાનિગ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત ભાજપના પદાધિકારીઓ અને વિપક્ષી નેતા દ્વારા સંયુક્ત મુલાકાત લેવામાં આવી. ચંડોળા તળાવ આસપાસ મોટા પ્રમાણ ઝુંપડપટ્ટી વિસ્તાર છે , જ્યા મોટા પ્રમાણ દબાણ થયું છે .

હાલ એએમસીએ દબાણ સિવાયની જગ્યા બાદ જે જગ્યા ખુલી છે તે સ્થળ પર શું ડેવલપ થઇ શકે તે અંગે સમિક્ષા કરી છે . બીઆરટીએસ રોડ તરફના તળાવને પ્રથમ ડેવલપ કરાશે . ત્યારે બાદ ફેઝ મુજબ ડેવલપ કરવાનું આયોજન છે .

અમદાવાદ મહાનગર પાલિકા દરેક બજેટમાં ચંડોળા તળાવના વિકાસ વાત કરે છે પણ વિકાસ માત્ર કાગળ પર રહી જતો હોવાનો આરોપ વિપક્ષ શહેઝાદ ખાન લગાવ્યો હતો. આજે પણ શહેરમાં અનેક તળાવ વિકાસ રાહ જાેઇ રહ્યા છે . ચંડોળા તળાવ વિકાસ વાત સત્તા પક્ષે કરી છે તે આવકાર્ય છે .

પરંતુ વિકાસની વાત માત્ર કાગળ પર ન રહી તેનો યોગ્ય અમલ થાય તે જરૂરી છે. ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આશા ભીલે આશાવલની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું.

માર્ચ, ૧૯૩૦ માં ઐતિહાસિક દાંડી કૂચના માર્ગમાં મહાત્મા ગાંધી તળાવની બાજુમાં પીપળાના મોટા ઝાડની નીચે રોકાયા હતા. તળાવનો વ્યાપ અંદાજીત ૧૨૦૦ હેક્ટરમા ફેલાયું છે . એક સમય અહીં તળાવમાં અનેક પક્ષીઓનું નિવાસસ્થાન મનાતું હતું .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.