Western Times News

Gujarati News

ગાંધી અને સરદારના આદેશ પર લોકો ગોળી ખાઈ જેલમાં જતા- આજે ‘હર ઘર તિરંગા’ અભિયાન માટે સરકારી કર્મચારીઓની મદદ લેવી પડે છે કેમ?!

‘હર ઘર તિરંગા’ અભિયાન યોજવાનો સરકારે નિર્ધાર જાહેર કર્યો છે તેને સફળ બનાવવા માટે સરકારી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે ખુદે કામે લાગવું પડ્યું છે

તસવીર ભારતની સંસદની છે! વચ્ચે આપણા આઝાદ ભારતના પ્રતીક અને આદર્શો સમાન “રાષ્ટ્રધ્વજ તિરંગા” ની છે ત્રીજી તસ્વીર સુપ્રીમ કોર્ટની છે ભારત આઝાદ થયે ૭૫ વર્ષ પૂર્ણ થતા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે

જેના ભાગરૂપે ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન યોજવાનો સરકારે નિર્ધાર જાહેર કર્યો છે તેને સફળ બનાવવા માટે સરકારી અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરે ખુદે કામે લાગવું પડ્યું છે અને રિવરફ્રન્ટ હાઉસમાં શહેરના ૧૪૫ જેટલા અગ્રણીઓની બેઠકો યોજીને તેમની ઓફિસ ધાર્મિક સ્થળ પર પોતાના ઘરે તિરંગો ફરકાવવા માટે જણાવેલ છે

અને તિરંગા પણ મ્યુનિસિપલ કોર્પોરેશન આપશે!! ગુજરાત સરકાર તરફથી પણ આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયત્ન હાથ ધરાયો છે દેશની જનતાએ આઝાદીનું પર્વ અત્યંત ઉત્સવ સાથે અને પૂરી ગંભીરતા સાથે મનાવું જાેઈએ આઝાદી સમયે મહાત્મા ગાંધી,

પંડિત જવાલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ, મોલાના અબ્દુલ કલામ આઝાદ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા આઝાદીનું નેતૃત્વ કરતા અનેક નેતાઓના આદેશ સાથે જ લોકો પોતાના જાનની પરવા કર્યા વગર ‘આઝાદી’ માટે લાઠી ગોળી ખાવા નીકળી પડતા જેલમાં જતા આજે ૭૫ વર્ષ પછી ઘર ઘર તિરંગા માટે મિટિંગો કરવી પડે છે આ કેવું?

આજે પણ દેશના લશ્કરના જવાનો ભારતની આઝાદી માટે રાષ્ટ્રીય સુરક્ષા માટે જાન આપી રહ્યા છે છતાં લોકોમાં આઝાદી પર્વની ઉજવણી માટે ‘તિરંગો’ ઘેર ઘેર ફરકાવો જાેઈએ તેટલો સ્વૈચ્છિક ઉમંગ નથી એ ચિંતાજનક બાબત છે પરંતુ સાથે એ પણ તુલનાત્મક રીતે ચિંતન કરવાનો સમય આવે છે કે

આજે લોકોમાં ઉત્સાહ જગાવા હર ઘર તિરંગા માટે અભિયાન ચલાવવું પડે છે કેમ?! દેશની પ્રજાને હતાશા, નિરાશા, ચિંતા માં ગરકાવ છે કે શું?! કે પછી કેટલાકને આ કાર્યક્રમ ‘સરકાર’નો દેખાય છે?! આ અંગે પૂછતા કેટલાક બુદ્ધિજીવી વકીલો પણ એવું માને છે કે આ અભિયાન એ ભાજપનો રાજકીય સર્વે છે તો કોઈ કહે છે

આટલી મોંઘવારીમાં લોકો એક સાંધે ને તેર તૂટે એવા માહોલમાં આઝાદી ક્યાં છે?! ખરેખર તો લોકો સ્વયંભૂ જાેડાવા જાેઈએ જ્યારે ઘર ઘર તિરંગા અભિયાનમાં અનેક સોસાયટીઓ એ પોતાના પૈસે તિરંગો ખરીદવાનો ઇન્કાર કર્યો છે એટલે આ અભિયાન મ્યુ. કોર્પોરેટરોને પકડાયો હોવાની ચર્ચા જાે પકડ્યું છે!!

આ માહોલ વચ્ચે ભારતની સુપ્રીમ કોર્ટે આપેલી કેટલાક નિર્દેશો ની અસર પણ પ્રજા પર થઈ રહી છે એવું મનાય છે જેમ કે સુપ્રીમકોર્ટના જસ્ટીસ એન.વી.રમના નાનેતૃત્વ વાળી બેચે છે રેવડી કલ્ચર બંધ કરવા તમામ રાજકીય પક્ષોને સરકારને અને ચૂંટણીપંચની જાટકણી કાઢી છે રાજકીય પક્ષો સરકારના નાણા મફત વેચે છે

અંતે તો પ્રજાના જ નાણા છે!! રાજકીય પક્ષોએ પોતે ભેગા કરેલા ફંડ માંથી થોડા આપે છે??! દેશની સુપ્રીમકોર્ટ આ જાેઈ શકે છે પરંતુ દેશની પ્રજા આ જાેવાની દ્રષ્ટિ કેળવવી પડશે પછી હર ઘર તિરંગા આપોઆપ ફરકશે કારણ કે પછી ભારતને ફરી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભ પટેલ જેવા નેતાઓ મળશે અને આ પછી આપોઆપ દરેક ભારતીય ના દિલમાં સતત તિરંગો ફરકતો રહેશે ખરું ને?! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

રાજકીય પક્ષોમાં સત્તા માટે વકરતા રેવડી કલ્ચર સામે સુપ્રીમ કોર્ટે કરેલી ટીકાની પણ પ્રજા નોંધ લેતી હશે ને?! શું તેની અસર છે?!

લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે અને લોકોથી ચાલતી સરકાર – અબ્રાહમ લિંકન

ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી મધોલકરે કહ્યું છે કે “ભારતના બંધારણનું આમુખ બંધારણના વ્યાપક લક્ષણો સાર હતું”!! જ્યારે ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટીશ્રી હિદાયતુલ્લા એ કહ્યું છે કે “બંધારણનો આમુખ સાત્વત અને આ પરિવર્તનશીલ આત્મા હતું.

રાષ્ટ્રજીવનમાં અમુક મૂળભૂત બાબતોમાં રહેલી આપણી શ્રદ્ધા અને માન્યતા ની ઘોષણા આપણું આમુખ કરે છે તે ધોરણથી આપણે ચલિત નહીં થઈએ અને તે નિર્ધાર થી આપણે ડ્‌ગીશું નહીં”!! પ્રજાસત્તાક ભારતનું આઝાદ ભારતનું બંધારણ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં અમલમાં આવ્યું અને તેના ઐતિહાસિક શબ્દો છે “

અમે ભારતના લોકો આ બંધારણને અપનાવી બંધારણીય રચના કરી અમારી જાતને સમર્પિત કરીએ છીએ”!! માટે અમેરિકાના પ્રમુખ અબ્રાહમલિંક ને લોકશાહી સરકાર માટે લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટેની લોકોથી ચાલતી સરકાર આજે ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે

ત્યારે દેશમાં લોકોએ પોતે ઘડેલા અને પોતાની જાતને સમર્પિત કરેલા બંધારણના આદર્શોની, મૂલ્યોની ખબર નથી શુશીક્ષિત લોકો પણ દેશના બંધારણની મહત્વપૂર્ણ કલમોથી માહિતગાર નથી કે નેતાઓ દેશનું નેતૃત્વ કરે છે તેઓ દેશના બંધારણીય આદતોથી કેટલા સુપરીચિત છે

એ ખબર નથી ફક્ત ભારતની સુપ્રીમકોર્ટ સમક્ષ કેસ આવે છે ત્યારે લોકોને, નેતાઓ, પોલીસ તંત્રને ખબર પડે છે કે “દેશના બંધારણમાં આવી જાેગવાઈ છે”?! આ માહોલ વચ્ચે ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ ના આઝાદી પૂર્વે ને ધ્યાનમાં રાખીને ઘર ઘર તિરંગા નું અભિયાન શરૂ થયું છે?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.