Western Times News

Gujarati News

ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસનો સ્ટ્રેન

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો તેને કોરોનાની ચોથી લહેર કહી રહ્યા છે. આ દરમિયાન દિલ્હી સહિત દેશના વિભિન્ન રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં જાેઇ સરકારી સંસ્થા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કંસોર્ટિયમ પર રિસર્ચ કરશે.

સંસ્થા તરફથી કોવિડ ૧૯ વેરિએન્ટના જીનોમિક દેખરેખના ડેટાની સમીક્ષા કરવામાં આવશે. મેડિકલ એક્સપર્ટોના અનુસાર દિલ્હી એનસીઆરમાં હાલ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના ઘણા સ્ટ્રેનના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે સ્ટ્રેન મૂળ ઓમિક્રોન વાયરસની તુલનામાં ૨૦-૩૦ ટકા વધુ ખતરનાક છે.

કોવિડ વર્કિંગ ગ્રુપ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ ઓન ઇમ્યૂનાઇઝેશનના ચેરપર્સન ડો.એનકે અરોરાએ કહ્યું કે ‘હાલ સ્ટ્રેન જે ચારેય તરફ ચક્કર લગાવી રહ્યો છે, તે ઓમિક્રોન સબ-વેરિએન્ટની તુલનામં ૨૦-૩૦ ટકા વદુહ સંક્રમક છે. તેમાં કોરોના મહામારી ઝડપથી ફેલાઇ તો રહી છે પરંતુ હોસ્પિટલમાં ભરતી થવું અને મોત હજુ થયા છે. ડો.અરોરાએ કહ્યું હતું કે સબ-વેરિએન્ટ BA.4, BA.5, BA.2.75, BA.2.38 છે. જાેકે હોસ્પિટલમાં ભરતી થવું અથવા કોઇ પણ બિમારીની ગંભીરતામાં કોઇ ઉછાળો હજુ સુધી જાેવા મળ્યો નથી.

INSACOG તરફથી ૧૧ ઓગ્સ્ટના રોજ જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર દેશમાં કોરોનાની ચોથી લહેરને ફેલાવવામાં ઓમિક્રોન અને તેના વિભિન્ન સ્ટ્રેનનો મોટો હાથ જાેવા મળ્યો છે.

ડો. અરોરાએ કહ્યું BA.2.75 સબ વેરિએન્ટે SARS-CoV-2 ના સ્પાઇક પ્રોટીન અને અન્ય વેરિએન્ટની દેખરેખ રાખવામાં આવી રહી છે. INSACOG કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને બાયોટેકનોલોજી વિભાગે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ અને ભારતીય તબીબી સંશોધન પરિષદની સાથે સંયુક્ત રૂપથી મળીને શરૂ કર્યું છે.

આ સંસ્થા દેશમાં કોરોના મહામારી અને બીજી મોટી સંક્રમક બિમારીઓની દેખરેખ અને તેમની સારવાર પર નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે દિલ્હીમાં ૨૪ કલાકમાં કોરોનાન ૨૭૨૬ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કોરોનાથી વધુ ૬ લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર હાલ ૧૪.૩૮ ટકા ચાલે રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.