Western Times News

Gujarati News

‘હર ઘર તિરંગા’ અંતર્ગત ગાંધીનગર ખાતે ‘રન ફોર તિરંગા’ રેલીને પ્રસ્થાન 

Runfortiranga rally Gandhinagar

ગાંધીનગરની વિવિધ સરકારી કોલેજના ઉપક્રમે આયોજિત  ‘રન ફોર તિરંગા’માં વિદ્યાર્થીઓ, NCC,NSS અને હોમ ગાર્ડના જવાનો જોડાયા

આઝાદીના અમૃત મહોત્સવ-૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગર ખાતે યોજાયેલ ‘રન ફોર તિરંગા’ રેલીનું ગાંધીનગરના મેયર અને પ્રથમ નાગરિકશ્રી હિતેશભાઈ મકવાણાએ રેલીને પ્રસ્થાન કરાવીને સહભાગી થયા હતા.

આ પ્રસંગે IITE અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના કુલપતિ ડૉ હર્ષદભાઈ પટેલે પ્રાસંગિક ઉડ્બોધન કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારતભરમાં યોજાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થઈને પોતાના ઘર પર તિરંગો લહેરાવવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન ગુજરાત સહીત ભારતભરમાં યોજાનાર ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે ગાંધીનગર ખાતે નવા સચિવાલય બસ સ્ટેન્ડથી ગ-૫ સુધી યોજાયેલી જિલ્લા કક્ષાની ‘રન ફોર તિરંગા’ રેલી યોજાઈ હતી.

જેમાં ગાંધીનગરના ધારાસભ્યશ્રી શંભુજી ઠાકોર, ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જસવંતભાઈ પટેલ, સરકારી વાણિજ્ય-વિનયન કૉલેજ અને સિદ્ધાર્થ લૉ કોલેજના આચાર્યશ્રીઓ, ફેકલ્ટીઝ, NCC કેડેટ્સ, NSSના સ્વયંસેવકો, હોમગાર્ડ સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ જોડાઈને વંદે માતરમ્-ભારત માતા કી જય નારા સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્ર ભક્તિમય બનાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.