Western Times News

Gujarati News

નવા સંશોધનમાં પુષ્ટિ થઈ કે, ભારતીયો વધુ ચીડિયા થયા છે

પ્રતિકાત્મક તસવીર

  • આશરે બે-તૃતિયાંશ ઉત્તરદાતાઓ (65 ટકા) દિવસમાં એક કે વધારે વાર મગજ ગુમાવે છે
  • 63 ટકા ઉત્તરદાતાઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ ‘ટેક રેજ’થી પીડિત છે
  • પાંચમાંથી એક ઉત્તરદાતા (20 ટકા)એ સ્વીકાર્યું હતું કે, ટ્રાફિકને કારણે તેમને સૌથી વધુ ગુસ્સો આવે છે

ભારતમાં તણાવ અને ચિંતાનાં જબરદસ્ત પ્રમાણ માટે જવાબદાર ટોચનાં પરિબળોની જાણકારી ટાટા સોલ્ટે પ્રકાશિત કરેલા એનાં નવા સંશોધનમાં મળી હતી. કંપનીએ હાથ ધરેલા એજ ઓફ રેજ[1] સર્વે મુજબ, અડધાથી વધારે ઉત્તરદાતાઓ (56 ટકા)એ સ્વીકાર્યું હતું કે, જ્યારે તેઓ ટ્રાફિકને કારણે કામ પર પહોંચવામાં મોડા પડે છે, ત્યારે તેઓ ‘માર્ગ પર ગુસ્સા’નું પ્રદર્શન કરે એવી શક્યતા છે. એટલું જ નહીં છમાંથી એક ઉત્તરદાતા (16 ટકા)એ એવો દાવો પણ કર્યો હતો કે, તેઓ કોઈ પણ કારણ વિના ડ્રાઇવરો અને ટ્રાફિક પોલીસ જેવા સર્વિસ પ્રોવાઇડર્સ પર તેમનો ગુસ્સો ઠાલવે એવી શક્યતા છે.

જ્યારે ટ્રાફિક તણાવનાં અસાધારણ સ્તરનું મુખ્ય કારણ જણાય છે, ત્યારે આ માટે જવાબદાર અન્ય પરિબળોમાં સોશિયલ મીડિયાની સર્વવ્યાપકતા, જીવન-કાર્ય વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનું દબાણ તથા પડોશીઓ સાથે મતભેદો પણ સામેલ છે. ઉદાહરણ તરીકે, ટેકનોલોજીનાં પોતાનાં રોજિંદા ઉપયોગમાં વિક્ષેપ પડવા જેવી વિકટ સ્થિતિઓમાં મોટાં ભાગની વ્યક્તિઓ ‘ટેક રેજ’ એટલે કે ટેકનોલોજીનાં કારણે પેદા થતાં થોડાં ગુસ્સાનો અનુભવ કરે છે. બે તૃતિયાંશથી વધારે ઉત્તરદાતાઓ (68 ટકા)એ સ્વીકાર્યુ હતું કે, જો તેમનું વાઇ-ફાઈ કનેક્શન કે ઇન્ટરનેટ કામ કરતું અટકી જશે, તો તેઓ ગુસ્સે થઈ જશે અને 63 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, તેઓ ગુસ્સે થઈ જશે. વળી તેમણે એવો દાવો પણ કર્યો હતો કે, જો કોઈ તેમને પૂછ્યાં વિના ચાર્જિંગમાંથી તેમનાં ફોનને દૂર કરશે, તો તેઓ ગુસ્સે થઈ જશે.

અમારાં સંશોધનમાં તણાવ અને ચિંતાની અન્ય કેટલીક કેટેગરીઓની જાણકારી પણ મળી છે, જેમ કે ‘વર્ક રેજ’, જેમાં કર્મચારીઓ અનપેક્ષિત કાર્ય મળતાં વધારે પડતી પ્રતિક્રિયા આપે છે. ઉદાહરણ તરીકે, અડધાથી વધારે (55 ટકા) ઉત્તરદાતાઓએ દાવો કર્યો હતો કે, જો તેમને છેલ્લી ઘડીએ કામગીરી ફાળવવામાં આવશે, તો તેમને ગુસ્સો આવશે. 61 ટકા ઉત્તરદાતાઓએ એવો દાવો પણ કર્યો હતો કે, રજાનાં દિવસોમાં તેમનાં મેનેજર પાસેથી તાત્કાલિક કામગીરીથી તેમને ગુસ્સો આવે છે અને તેઓ ગુસ્સો થશે તથા ઇરાદાપૂર્વક કોઈ ભૂલ કરશે.

જ્યારે પડોશીઓની કજિયાખોર વર્તણૂકને કારણે તણાવની વાત આવે છે, ત્યારે નવાઈની વાત એ છે કે, 4માંથી 3 ઉત્તરદાતાઓ (73 ટકા)એ દાવો કર્યો હતો કે, જો તેઓ કોમન એરિયામાં તેમનાં પડોશીને કચરો ફેંકતા ઝડપી લે, તો તેઓ તેમનો ગુસ્સો બહાર નીકળી જશે.

ટાટા સોલ્ટનાં ટાટા કેમિકલ્સનાં સ્પાઇસીસનાં માર્કેટિંગ હેડ અને બિઝનેસ હેડ શ્રી સાગર બોકેએ સમજાવ્યું હતું કે, “આપણાં દેશમાં તણાવનું અસાધારણ સ્તર જોવા મળે છે. હકીકતમાં ભારતમાં આશરે 89 ટકા નાગરિકો જણાવે છે કે, તેઓ તણાવથી પીડિત છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે સરેરાશ 86.2 ટકા લોકો તણાવગ્રસ્ત છે. અમારાં સર્વેમાં કેટલાંક રમૂજી તારણો મળ્યાં છે,

જેમાં ખુલાસો થયો છે કે, ઘણી વાર ટ્રાફિકમાં રાહદારીઓ અનેક કલાકો પસાર કરવા દરમિયાન લોકોનો ગુસ્સો બહાર આવે છે. 17.6 ટકા ઉત્તરદાતાઓએ ટ્રાફિકને તેમનાં ‘અવારનવાર ગુસ્સા’ માટે ટોચનાં ત્રણ કારણોમાંનું એક કારણ ગણાવ્યું હતું. છતાં લગભગ ત્રણ ચતુર્થાંશ (74 ટકા) સંમત થયા હતાં કે, ભોજન, કસરત અને જીવનશૈલી તમારાં આવેશ અને તણાવનાં સ્તર પર સીધી અસર કરે છે. 24 ટકાથી ઓછાં લોકોએ દરરોજ કસરત કરતાં હોવાનો દાવો કર્યો હતો.”

તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે આ સર્વે અવારનવાર વધારે પડતી પ્રતિક્રિયા આપીને આપણી મૂર્ખામી વિશે રમૂજી તારણો પ્રસ્તુત કરે છે, ત્યારે અમારું અભિયાન આ સર્વેનો ગંભીર ઉદ્દેશ ધરાવે છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, લોકોની ધીરજ અને સહિષ્ણુતા કે જતું કરવાની ભાવના અત્યાર સુધીનાં સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે.

આ પ્રકારની વર્તણૂંક માટે અનેક કારણો જવાબદાર છે – વસતિમાં વૃદ્ધિ, અસમાનતાની વિભાવનાઓ, સોશિયલ મીડિયા, જીવન-કાર્ય વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનું દબાણ વગેરે, પણ જીવનશૈલીની પસંદગી અને આહાર આ તમામ પરિબળોને નિયંત્રણમાં રાખવાનું મુખ્ય પાસું છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન દ્વારા સંશોધન મુજબ, ગુસ્સામાં દરેક 1-પોઇન્ટનો વધારો હાયપરટેન્શન[2]નાં જોખમમાં 12 ટકા વધારા સાથે સંબંધિત હતો. એક બ્રાન્ડ તરીકે, અમે અમારાં ગ્રાહકો માટે મીઠાનાં સભાન વપરાશને વેગ આપવાનો ઇરાદો ધરાવીએ છીએ, જેથી તણાવ પ્રેરે એવી સ્થિતિસંજોગોમાં તેઓ તેમનાં આવશેને કાબૂમાં રાખી શકે.”

[1] ડેટાનો આધાર 10 શહેરોમાં 2,000 ઉત્તરદાતાઓનાં પ્રત્યક્ષ ઇન્ટરવ્યૂ છેઃ દિલ્હી, લખનૌ, ચંદીગઢ, મુંબઈ, પૂણે, અમદાવાદ, બેંગલોર, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતા. ઇન્ટરવ્યૂ જૂન, 2019માં લેવાયા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.