Western Times News

Gujarati News

દિલ્હી બાદ ઉત્તર પ્રદેશમાં પણ ઑડ-ઈવનની તૈયારી

નવી દિલ્હી, પ્રદૂષણથી છુટકારો મેળવવા માટે દેશની રાજધાની દિલ્હીમાં સોમવારથી ઑડ-ઈવન લાગુ થઈ ગયુ છે. હવે જલ્દી જ ઉત્તર પ્રદેશમાં પણ આ પ્રકારની યોજના લાગુ થતી જોવા મળી શકે છે. ઉત્તર પ્રદેશના વન અને પર્યાવરણ મંત્રી દારા સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર યોગી સરકાર પણ આવી જ કેટલીક તૈયારીમાં લાગેલા છે. દારા સિંહ ચૌહાણે જણાવ્યુ કે યુપીની પરિવહન પોલીસને આ સંબંધિત આદેશ આપી દેવાયા છે.

પોલીસ ડાયરેક્ટર જનરલને પણ આ રીતે ઑડ-ઈવન લાગુ કરાવવા માટે કહેવામાં આવ્યુ છે. દારા સિંહ ચૌહાણે એ પણ જણાવ્યુ કે આને ક્યારથી લાગુ કરવાનું છે, આની પર અંતિમ નિર્ણય પોલીસે જ કરવાનો છે. દિલ્હીની સાથે-સાથે યુપીના કેટલાક શહેરો, ખાસ કરીને નોઈડા, ગાઝિયાબાદમાં પ્રદૂષણની સ્થિતિ ઘણી જ ખરાબ છે.

રાજધાની દિલ્હીમાં સોમવારે સવારે આઠ વાગ્યાથી વાહનો માટે ઑડ-ઈવન લાગુ થઈ ગયુ છે. આ વખતે દિલ્હીમાં CNGને પણ છૂટ આપવામાં આવી નથી. દિલ્હી સરકાર આશા વર્તાવી રહી છે કે આનાથી દિલ્હીના પ્રદૂષણ સામે લડવામાં કંઈક મદદ જરૂર મળશે. રવિવારે દિલ્હી એનસીઆરની હવા એટલી ખતરનાક સ્તરે પહોંચી ગઈ હતી કે તેને માપનારા મશીનો પણ ફેલ થઈ ગયા હતા. દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 1200ના સ્તરને પણ પાર કરી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.