Western Times News

Gujarati News

પારસી સમાજના નૂતન વર્ષ પતેતીના તહેવારની ઉજવણી કરવામાં આવી

પારસી અગીયારીમાં પરંપરાગત રીતે ધર્મગ્રંથના પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

(તમામ તસવીરો- જયેશ મોદી) અમદાવાદ : અમદાવાદ શહેર અને જિલ્લાભરમાં 16-08-2022ના રોજ પરંપરાગત રીતે પારસી સમાજના નૂતન વર્ષ પતેતીના તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે સમાજ દ્વારા પારસી અગીયારી ખાતે સવારે ૧૦ કલાકે અગ્નિપૂજન અને સ્નેહમિલન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. લોકો એકબીજાને ભેટીને શુભેચ્છાઓની આપ લે કર્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે  પારસી નૂતન વર્ષ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની સોગાત લઈને આવે તેવી પ્રાર્થના. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,  સૈકાઓ પહેલા સંજાણ બંદરે ઊતરીને ગુજરાત આવેલ પારસી પરિવારો સમાજ જીવનમાં દૂધમાં સાકરની જેમ ભળીને સામાજિક સમરસતા અને ભાઈચારાનું આગવું દ્રષ્ટાંત બન્યા છે. સૌ પારસી ભાઇ-બહેનોને નવરોઝ મુબારક.

ભારતના અભિન્ન અંગ સમાન પારસી સમાજનો પતેતીનો તહેવાર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ અને બીજા  દિવસે નવરોઝ ઉજવાય છે. પતેતી પછીના બીજા દિવસે નવ વર્ષ હોય જે યદઝર્દી સંવતનું નવરોઝ છે. તેની શુભેચ્છાઓ પારસીઓ દ્વારા એકબીજાને કાર્ડ લખીને આપવામાં આવે છે.

તેઓ નવા પોશાકમાં સજજ થઈ એકબીજાનેે મળી નવરોઝ મુબારક પાઠવે છે. અગિયારીમાં આતશ-બહેરામમાં જઈ સુખડનાં લાકડાં અર્પે છે અને પ્રાર્થના કરાય છે.  ધર્મગ્રંથનું અવેસ્તાનું પૂજન અર્ચન અને અગ્નિનું પૂજન કરાશે.ગુજરાતને સાલ મુબારક શબ્દ આપનાર પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઇને આવ્યા હતા તેની ઉડવાડામાં સ્થાપના કરી.

જેને આતશ-બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આવાં આઠ આતશ-બહેરામ છે.આ આતશ-બહેરામના દરજજા અલગ-અલગ હોય છે.અગ્નિસ્થાનને અગિયારી કહે છે.

અમદાવાદના ખમાસા ખાતે પારસી અગીયારીમાં વર્ષોથી પતેતીની ઉજવણી કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં જેમ જનોઇની વિધિ-સંસ્કાર છે તેના જેવી જ પારસીઓમાં કુમાર-કુમારીકાઓ માટે નવજોતની વિધિ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સહિત ગુજરાતભરમાં પારસીઓની વસતી ઓછી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.