Western Times News

Gujarati News

Elon Musk ખરીદવા જઈ રહ્યા છે ફૂટબોલ ક્લબ Manchester United

ટિ્‌વટર પર કરી મોટી જાહેરાત

ટેસલા કંપનીના સીઈઓ અને વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઈલોન મસ્કની ટિ્‌વટ સમજવી ઘણી વાર મુશ્કેલ બની જતી હોય છે

લંડન,વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઈલોન મસ્કે મંગળવારના રોજ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટિ્‌વટર પર એક મોટી જાહેરાત કરી છે. ટેસલા કંપનીના સીઈઓ ઈલોન મસ્કે લખ્યું કે તેઓ ફૂટબોલ ક્લબ માન્સચેસ્ટર યુનાઈટેડ ખરીદવા જઈ રહ્યા છે. જાે કે, ઈલોન મસ્કે આ સિવાય વધારાની કોઈ જ જાણકારી આપી નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઈલોન મસ્ક આ પ્રકારની ઘણી જાહેરાતો ટિ્‌વટર પર કરી ચૂક્યા છે. ઘણી વાર તેમની ટિ્‌વટ સમજની બહાર હોય છે. માટે આ ટિ્‌વટ પરથી પણ ચોક્કસપણે કહી ના શકાય કે તેમણે ફૂટબોલ ક્લબ ખરીદવા માટે ડીલ કરી છે કે આ માત્ર તેમની ઈચ્છા છે.

ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટર યુનાઈટેડ ટીમનું સંચાલન અમેરિકન ગ્લેઝર ફેમિલી દ્વારા કરવામાં આવે છે. આ બાબતે સંસ્થા તરફથી અથવા તો ઈલોન મસ્ક તરફથી વધારાની કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.  વિશ્વની શ્રેષ્ઠ અને પ્રતિષ્ઠિત ફૂટબોલ ક્લબ્સમાં માન્ચેસ્ટર યુનાઈટેડની ગણતરી કરવામાં આવે છે. આ ટીમ રેકોર્ડ ૨૦ વાર ચેમ્પિયન રહી છે તેમજ ત્રણ વાર યૂરોપિયન કપ પણ જીતી ચૂકી છે. ઈંગ્લિશ પ્રીમિયર લીગની ગત સિઝનમાં ક્લબનો છઠ્ઠો ક્રમાંક હતો.

ટોપ પ્લેયર્સને ટીમમાં સામેલ ન કરવાના ક્લબના ર્નિણયને કારણે ફેન્સમાં પણ ઘણો અસંતોષ જાેવા મળ્યો હતો. આ ક્લબની માર્કેટ વેલ્યુ ૨.૦૮ બિલિયન ડોલર છે. વર્ષ ૨૦૦૫માં ગ્લેઝર દ્વારા ૭૯૦ મિલિયન પાઉન્ડમાં આ ક્લબ ખરીદવામાં આવ્યુ હતું.

ફેન્સ દ્વારા તાજેતરના સમયમાં ગ્લેઝરનો ઘણી વાર વિરોધ કરવામાં આવ્યો હતો. અને વિરોધના જ ભાગ રુપે ઘણાં ફૂટબોલ પ્રેમીઓએ ટિ્‌વટર પર લખ્યુ હતું કે, ઈલોન મસ્કે ટિ્‌વટરના સ્થાને માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબ ખરીદવી જાેઈએ. મસ્કની વાત કરવામાં આવે તો, અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો તેમ તેમની ટિ્‌વટ પરથી કહી શકવું મુશ્કેલ હોય છે કે કઈ વાત ગંભીરતાથી લખી છે અને કઈ વાત મજાકમાં લખવામાં આવી છે.

ઈલોન મસ્ક ટેસલા કાર કંપનીના માલિક છે. આ સિવાય રોકેટ કંપની SpaceX અને અન્ય નાની-મોટી કંપનીઓના પણ તે માલિક છે. એક કંપની ટનલ બનાવવાનું કામ છે જેનું નામ છે બોરિંગ કંપની. તેઓ મંગળ પર વસવાટ તૈયાર કરવાની ઈચ્છા ધરાવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.