Western Times News

Gujarati News

નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઉભી થતા ઝઘડિયાના કાંઠા વિસ્તારના ૧૨ ગામોને એલર્ટ કરાયા

(વિરલ રાણા) ભરૂચ,
અવિરત વરસતા વરસાદને લઈને સરદાર સરોવર ડેમમાં જળસ્તર ઉચુ આવતા નર્મદામાં પાણી છોડાતા પુરની સ્થિતિ ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમા ભારે વરસાદને લઈને સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થયો છે.ડેમના જળસ્તરમાં વધારો થતાં સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી દેવાયા છે.ડેમ માંથી નર્મદામાં છોડાતા લાખો ક્યુસેક પાણીને લઈને નર્મદા નદીમાં પુર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

તંત્ર દ્વારા પુરના પાણી કાંઠા વિસ્તારના નિચાણવાળા ગામોમાં ઘુસી જવાની સંભાવનાને લઈને આવા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામો પણ પુરની અસર હેઠળ આવી શકે તેવી સંભાવનાને લઈને તકેદારી રૂપે તાલુકાના ૧૨ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ વઢવાણા,લિમોદરા, ભાલોદ, વેલુગામ,જુનાપોરા,ઈન્દોર, મોટાવાસણા, જુનીજરસાડ, નાનાવાસણા,જુનીતરસાલી, જુનાટોઠીદરા અને ઓરપટાર ગામોને સા‌વચેત કરવામાં આવ્યા છે.ઝઘડિયા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા ગામોના સરપંચો, તલાટીઓ, સંબંધિત પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારીઓને આ બાબતે માહીતગાર કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.

કાંઠા વિસ્તારના ગામોએ સંભવિત પુરની સ્થિતિને પહોંચી વળવા અને અસરગ્રસ્ત નાગરીકો તેમજ ઢોળ ઢાખળને જરૂર પડ્યે સલામત સ્થળે લ જવા પણ તંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે.વધુમાં મળતી વિગતો મુજબ પુર અસરગ્રસ્ત લોકોને અન્ય સલામત સ્થળોએ વિવિધ સ્થળોએ કેમ્પ ઉભા કરી આશરો અપાશે એમ જાણાવાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.