Western Times News

Gujarati News

બે વાર ગર્ભપાતની પીડા ભોગવી ચૂકી છે કાજાેલ

કાજાેલ બે બાળકોની માતા છે

હલચલના સેટ પર મુલાકાત થઈ ત્યારે અલગ-અલગ વ્યક્તિને ડેટ કરતા હતા કાજાેલ અને અજય દેવગણ

મુંબઈ, કાજાેલ બોલિવુડની સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસિસમાંથી એક છે. ૯૦ના દશકાથી કરિયરની શરૂઆત કરનારી કાજાેલ અત્યારસુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી ચૂકી છે. જ્યારે તે તેના કરિયરના પીક પર હતી ત્યારે અજય દેવગણ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના તાંતણે બંધાતા પહેલા કપલે આશરે ૪ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. એક્ટ્રેસે હાલમાં જ તેના સુખી લગ્નજીવનના કેટલાક પાસા વિશે ખુલાસા કર્યા હતા.

સાથે જ લગ્ન બાદ તેનું બે વખત મિસકેરેજ થયું હોવાનું પણ જણાવ્યું હતું. બે વખત ગર્ભપાતનું દુઃખ સહન કર્યા બાદ તેના ઘરે દીકરી ન્યાસા અને દીકરા યુગનો જન્મ થયો હતો. અજય દેવગણ સાથેની પહેલી મુલાકાત અને ડેટિંગની શરુઆત વિશે કરતાં કાજાેલે હ્યુમન્સ ઓફ બોમ્બેને જણાવ્યું હતું કે, ‘અમે ૨૫ વર્ષ પહેલા ‘હલચલ’ના સેટ પર મળ્યા હતા. હું શોટ માટે તૈયાર હતી અને પૂછ્યું હતું ‘મારો હીરો ક્યાં છે?’.

કોઈએ અજય તરફ ઈશાર કર્યો હતો, જે ખૂણામાં બેઠો હતો. તેને મળતાં પહેલા ૧૦ મિનિટ મેં તેના વિશે ખરાબ વાતો કરી હતી. પછી અમે સેટ પર વાતો કરવા લાગ્યા અને મિત્રતા થઈ ગઈ. હું તે સમયે કોઈને ડેટ કરી રહી હતી અને તે પણ કોઈની સાથે હતો. પરંતુ થોડા દિવસ બાદ અમારા બંનેનું બ્રેકઅપ થઈ ગયું. અમારામાંથી કોઈએ એકબીજાને પ્રપોઝ કર્યું નહોતું. અમે ડિનર માટે જતા હતા.

ડ્રાઈવ પર જતા હતા. મારા મિત્રોએ મને તેના વિશે ચેતવણી આપતા કહ્યું હતું કે, તેની એક રેપ્યુટેશન છે. પરંતુ તે મારી સાથે અલગ હતો. હું માત્ર એટલું જાણતી હતી. અજય દેવગણના પરિવારે સંબંધો સ્વીકારી લીધા હતા પરંતુ કાજાેલના પિતાએ ચાર દિવસ સુધી તેની સાથે વાત કરી નહોતી. એક્ટ્રેસે ઉમેર્યું હતું કે ‘તેઓ ઈચ્છતા હતા કે, હું મારા કરિયર પર ફોકસ કરું, પરંતુ તેઓ મારી જિદ આગળ નમી ગયા.

અમે મીડિયાને લોકેશન વિશે ખોટી જાણકારી આપી હતી. અમે ઈચ્છતા હતા કે તે માત્ર અમારો દિવસ હોય. અમે પંજાબી અને મરાઠી એમ રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. મને યાદ છે કે, ફેરા દરમિયાન અજયે પંડિતને જલ્દી લગ્ન પૂરા કરવા માટે કહ્યું હતું અને લાંચ પણ આપી હતી.

મારે લાંબુ હનીમૂન જાેઈતું હતું. તેથી અમે સિડની, હવાઈ અને લોસ એન્જલસની જર્ની કરી. પરંતુ પાંચ અઠવાડિયામાં અજય બીમાર પડ્યો અને અમારે ઘરે આવવું પડ્યું. અમારે ઈજિપ્ત પણ જવાનું હતું, પરંતુ અમે ન ગયા. વાતચીત દરમિયાન કાજાેલે ખરાબ સમય વિશે પણ વાત કરી હતી. ‘એક સમય બાદ અમે બેબી પ્લાનિંગ શરૂ કર્યું હતું. ૨૦૦૧માં ‘કભી ખુશી કભી ગમ’ દરમિયાન હું પ્રેગ્નેન્ટ હતી, પરંતુ મારું મિસકેરેજ થઈ ગયું હતું. હું તે દિવસે હોસ્પિટલમાં હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.