Western Times News

Gujarati News

રાજસ્થાન વોરિયર્સના કેપ્ટન મજાહર જમાદાર અને મુંબઈ ખિલાડીસના શ્રીજેશ એસ અલ્ટીમેટ ખો ખોમાં ટોપ પરફોર્મર

પુણે,  રાજસ્થાન વોરિયર્સના કેપ્ટન મજાહર જમાદાર અને મુંબઈ ખિલાડીસના શ્રીજેશ એસ અલ્ટીમેટ ખો- ખો સિઝન 1ની શરૂઆતના સપ્તાહના ટોપ પર્ફોર્મર તરીકે ઉભરી આવ્યા છે.

શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મહાલુંગે, પુણે, મહારાષ્ટ્ર ખાતે આયોજીત અલ્ટીમેટ ખૂબ ખૂબ સીઝન -૧માં છ ટીમો જેમ કે, ચેન્નાઈ ક્વિક ગન્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ખિલાડી, ઓડિશા જગરનોટ્સ, રાજસ્થાન વોરિયર્સ અને તેલુગુ યોદ્ધાએ ભાગ લીધો છે. ૧૪ ઓગસ્ટથી અલ્ટીમેટ ખો – ખો સિઝન -૧નો પ્રારંભ થયો છે અને  ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ચાલશે.
અત્યાર સુધી આ બંને ટોપ પરફોર્મર ટીમોએ ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત લીગમાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે

કોલ્હાપુરનો છોકરો જમાદાર માત્ર ૫૨ કુલ પોઈન્ટ સાથે લીગનો ટોચનો અકેટ કરનાર ખેલાડી જ નહિ પણ કુલ સ્કાય ડાઈવ્સ (9) અને કુલ હાઈ ફાઈવ (4)ના ચાર્ટમાં પણ આગળ છે.  31 વર્ષના અટેક  ડાઈવ્સ સાથે વિરોધી ડિફેન્ડર્સને આઉટ કરીને  ૪૮ પોઈન્ટ બનાવ્યા છે.

ચેન્નાઈ ક્વિક ગન્સ રામજી કશ્યપ (46) અને તેલુગુ યોદ્ધાસના અરુણ ગુંકી (32) ટોચના અટેકકરની યાદીમાં અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

તેમણે ત્રણ મેચ દરમિયાન બે વખત ‘એટેકર ઓફ ધ મેચનો એવોર્ડ’ અને એક વખત ‘અલ્ટીમેટ ખો ઓફ ધ મેચનો એવોર્ડ’ જીત્યો છે.  રાજસ્થાન વોરિયર્સનો સુકાની જમાદાર ટીમ માટે પોતાનું સર્વસ્વ આપી રહ્યા છે પરંતુ તેઓ હજુ સુધી સિઝનની પ્રથમ જીત મેળવી શક્યા નથી.

બીજી તરફ ત્રિવેન્દ્રમ (કેરળ)માં જન્મેલો શ્રીજેશ અલ્ટીમેટ ખો – ખોના પ્રથમ સપ્તાહમાં ટોચના ડિફેન્ડર તરીકે ઉભરી આવ્યા છે. તેમની પાસે ૭ મિનિટ અને 39 સેકન્ડનો સમય છે અને તેના પછી ચેન્નાઈ ક્વિક ગન્સ રામજી કશ્યપ (7 મિનિટ, 8 સેકન્ડ) અને મુંબઈ ખિલાડીસના વિજય હજારે (6 મિનિટ, 31 સેકન્ડ) છે.

27 વર્ષીય ચેઝરએ સોમવારે ડિફેન્સમાં બોનસ પોઈન્ટ મેળવીને અને મેદાન પર લગભગ ત્રણ મિનિટ વિતાવીને મુંબઈ ખિલાડીની એકમાત્ર જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓના શાનદાર પ્રદર્શન માટે તેમને તે રમતમાં ડિફેન્ડર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યા હતા.

રવિવારે ગુજરાત જાયન્ટ્સ જ્યારે ઓડિશા જગરનોટ્સ સાથે ટકરાશે. જ્યારે રાજસ્થાન વોરિયર્સ તેલુગુ યોદ્ધા સામે લીગમાં પ્રથમ જીત માટે રમશે. ખો- ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી અમિત બર્મન દ્વારા પ્રમોટેડ અલ્ટીમેટ ખો- ખોનું સોની સ્પોટ્સ નેટવર્ક પર પાંચ ભાષાઓમાં સીધુ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

આ મેચો  SONY TEN 1 (અંગ્રેજી), SONY TEN 3 (હિન્દી અને મરાઠી) TEN 4 (તેલુગુ અને તમિલ) તેમજ SonyLIV સ્ટીમ થતા તમે જોઈ શકો છો.

ટીવી પર લાઇવ એક્શન માટે SONY TEN 1 (અંગ્રેજી), SONY TEN 3 (હિન્દી અને મરાઠી), SONY TEN 4 (તેલુગુ અને તમિલ) અને SonyLIV જોતા રહો. આ ઇવેન્ટીની ટિકિટ ‘બુક માય શો’ પરથી ખરીદી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.