Western Times News

Gujarati News

ભાજપ ધારાસભ્યની મોહમ્મદ પેગમ્બર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ

આ પહેલા પણ તે ઘણી વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચુક્યા છે

તેલંગાના,ભાજપ ધારાસભ્ય રાજા સિંહની આજે મોહમ્મદ પેગમ્બર વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી. હૈદરાબાદ દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પી સાઈ ચૈતન્યએ જણાવ્યુ હતુ કે ધાર્મિક આસ્થાના અપમાન સંબંધિત કાયદાની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મોહમ્મદ પેગમ્બર પર નુપુર શર્મા બાદ હવે તેલંગાણાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ટી રાજા સિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. ટી રાજા સિંહ પયગંબર મોહમ્મદ પરના નિવેદન બાદ ચર્ચામાં આવ્યા છે. ૨૨ ઓગસ્ટની મોડી સાંજે તેલંગાણાના દક્ષિણ ઝોનમાં તેમના વિરુદ્ધ વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયા હતા.

વિરોધ અને લોકોની નારાજગીને જાેતા દક્ષિણ ઝોન પોલીસે તેની વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહે પયગંબર મુહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ દબીરપુર, ભવાની નગર, રેનબજાર, મીરચોક પોલીસ સ્ટેશનમાં મોટી ભીડ એકઠી થઈ હતી.

આ દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમના પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.ડીસીપી સાઉથ ઝોન પી.સાઈ ચૈતન્યએ જણાવ્યુ કે ધારાસભ્ય વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યુ કે આ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ ભાજપના ધારાસભ્ય રાજા સિંહ વિરુદ્ધ કાર્યવાહી છે.

પોલીસે તેની સામે કેસ નોંધ્યો છે. જાે કે વિરોધ કર્યા બાદ લોકોએ કહ્યું કે ધારાસભ્ય રાજા સિંહની તાત્કાલિક ધરપકડ થવી જાેઈએ. પરંતુ પોલીસ અને પ્રશાસને કોઈક રીતે લોકોને શાંત કર્યા અને પાછા મોકલી દીધા હતા.અહેવાલો અનુસાર ભાજપના ધારાસભ્ય ટી રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેમણે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કરી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ જ તેમની સામે વિરોધ શરૂ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં ધારાસભ્યએ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેની માતા પર પણ ટિપ્પણી કરી હતી. તમને જણાવી દઈએ કે ટી રાજા સિંહ હૈદરાબાદના ગોશામહલથી ભાજપના ધારાસભ્ય છે. ઘણીવાર તે પોતાના નિવેદનોને કારણે મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હોય.HM

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.