Western Times News

Gujarati News

જાડેજા : મેં મારા મૃત્યુ સુધીની અફવા સાંભળી

આવી બાબતોની ચિંતા નહીં, રમત પર સંપૂર્ણ ધ્યાન: જાડેજા

રવિન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમમાં પરત ફર્યો હતો, ત્યારથી તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે

નવી દિલ્હી,એશિયા કપ-૨૦૨૨ની પોતાની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને ૫ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં હાર્દિક પંડ્યાની સાથે રવિન્દ્ર જાડેજા પણ ભારતની જીતનો હીરો રહ્યો હતો. જાડેજાને મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો અને તેણે ૩૫ રનની મહત્વની ઇનિંગ રમી હતી. હવે તે હોંગકોંગ સામે ૩૧ ઓગસ્ટે રમાનાર બીજી મેચ માટે તૈયાર છે.

આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જાડેજાએ પોતાની સાથે જાેડાયેલી અફવાઓ અને હોંગકોંગ સામેની મેચની તૈયારીઓ પર ખુલીને વાત કરી હતી. ૩૩ વર્ષીય રવિન્દ્ર જાડેજાએ કહ્યું, ‘મેં તાજેતરના સમયમાં મારા વિશે ઘણી પ્રકારની અફવાઓ વાંચી અને સાંભળી છે.

મેં એક અહેવાલ પણ વાંચ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે IPL ૨૦૨૨માં પાંસળીની ઈજાને કારણે હું IPL વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છું. મને આ બાબતોની પરવા નહોતી. અત્યારે મારું સંપૂર્ણ ધ્યાન એશિયા કપ અને IPL વર્લ્ડ કપમાં ભારત માટે સારો દેખાવ કરવા પર છે. ઈજા બાદ જાડેજા ઈંગ્લેન્ડ પ્રવાસથી ટીમમાં પરત ફર્યો હતો. ત્યારથી તે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

તેણે ઈંગ્લેન્ડ સામે બર્મિંગહામ ટેસ્ટમાં સદી ફટકારી હતી. આ સાથે જ જાડેજાનું ODI અને IPL સિરીઝમાં પણ સારું પ્રદર્શન રહ્યું હતું. જાડેજાએ IPL વર્લ્ડ કપમાંથી બહાર થવાની અફવા પર કહ્યું, ‘તમે ખૂબ નાનું ઉદાહરણ આપ્યું છે કે, હું IPL  વર્લ્ડ કપ માટે ઉપલબ્ધ નહીં રહીશ. આ સમય દરમિયાન મેં મારા વિશે આ અફવા સાંભળી કે હું મૃત્યુ પામ્યો છું. આનાથી મોટી વાત શું હોઈ શકે?

હું આ અફવાઓ પર ધ્યાન આપતો નથી. મારી ટીમનો સારો દેખાવ કરવા માટે જે જરૂરી છે તેમાં હું સુધારો કરવા માંગુ છું. હું દિવસ-રાત બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગની પ્રેક્ટિસ કરું છું, જેથી હું વધુ સારૂ પ્રદર્શન કરી શકું. આ સિવાય આ ભારતીય ઓલરાઉન્ડરે એશિયા કપ અને આગામી ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની તૈયારી પર કહ્યું, ‘અમે IPL વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા માંગીએ છીએ.

પરંતુ, અત્યારે અમારું સમગ્ર ધ્યાન ૩૧ ઓગસ્ટે હોંગકોંગ સામેની મેચ પર છે. તે પછી આપણે સુપર-ફોર વિશે વિચારીશું. અમે સકારાત્મક ક્રિકેટ રમવા માંગીએ છીએ અને દરેક મેચમાં અમારું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરીશું. અત્યારે વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યો નથી. અમે હોંગકોંગ સાથે મેચ કરવા માટે તૈયાર છીએ. આ પછી, જાેઈશું આગળ કઈ ટીમ સાથે સ્પર્ધા કરશે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.