Western Times News

Gujarati News

કથાકાર શરદભાઈ વ્યાસનો વલસાડમાં યોજાયેલો સન્માન સમારોહ

(તસ્વીરઃ અશોક જાેષી) આ સન્માન કૃષ્ણ ની કથાનું છે. આ ભાગવત કથાનું સન્માન છે. જાે મારા હદયમાં કથા ન હોત તો આ એવોર્ડ પણ ન હોત. સમસ્ત વલસાડ જિલ્લા આહિર સમાજ દ્વારા મોરારીબાપુ દ્વારા વ્યાસ એવોર્ડથી સન્માનિત કથાકાર શરદભાઈ વ્યાસનાં વલસાડમાં યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં શરદભાઈ વ્યાસે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતાં.

તેમણે કહ્યું હતું કે સંસારમાં સૌને કંઈ પ્રિય હોઈ તો તે સન્માન છે. દરેકને સન્માન બહુ મીઠું લાગે છે. સન્માન કોણ કરે છે એ પણ મહત્વનું છે. ઉદારતા તો આહીરની જ છે. આ સમાજ લોકોને ખવડાવતો જ રહ્યો છે. કાળુભાઇ પણ કોઈ પણ કાર્યક્રમ હોઈ એટલે જમવાનું મારા તરફથી એમ બોલી દે છે.

આ સમાજની પ્રશસ્તિ કરું તો કેટલી કરું. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ સંદર્ભે કહ્યું હતું કે બીજાના દીકરાને મોટો કર્યો એ આહિર હતો. આ જીવનનું લક્ષ પહેલી ભાગવત પ્રાપ્તિ, આનંદ મળી જાય એટલે ભાગવતનું ફળ મળી જાય. સ્વધર્મનું પાલન કરીએ તો બધું જ મળી જાય. તેમણે પોતાની જાત ઉપર નિયંત્રણ રાખવા કહ્યું હતું. પોતાની જાત પર પોતે નિયંત્રણ કરી લે એટલે આપણને પરમશાંતિનો અનુભવ થાય.

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ પ્રસંગોચિત ઉદબોધન આપી શરદભાઈ વ્યાસને અભિનંદન પાઠવ્યા હતા. મોરારીબાપુ દ્વારા વ્યાસ એવોર્ડથી સન્માનિત પૂજ્ય શરદભાઈ વ્યાસનાં વલસાડના પારડી સાંઢપોર સ્થિત સાઇમિલન સાંસ્કૃતિક હોલમાં યોજાયેલા સન્માન સમારોહ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મંત્રી રઘુભાઈ આહીર,

વલસાડ જિલ્લા ભાજપ અધ્યક્ષ હેમંતભાઈ કંસારા, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા બાળવિકાસ સમિતિના અધ્યક્ષ સોનલબેન સોલંકી,

ધરમપુર નગરપાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન, ભોલાભાઈ પટેલ, ગીરીશભાઈ દેસાઈ, ડુંગરીના બિપીનભાઈ પટેલ, ડૉ. કુરેશી, નારણભાઈ ટંડેલ, શિવજી મહારાજ, રામ સ્વામીજી વગેરેનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આયોજક કાળુભાઈ આહીર અને ગૌરવભાઈ આહીર તેમજ સમસ્ત વલસાડ આહીર સમાજના યુવાનોએ મહેનત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.