Western Times News

Gujarati News

મિશનરી સ્કૂલના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થિની પર આચર્યું સામૂહિક દુષ્કર્મ

FILE PHOTO

તંત્ર આદેશ ન આપે ત્યાં સુધી શાળા બંધ કરવાના આદેશ

સેલવાસ,સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની એક મિશનરી સ્કૂલના સંચાલક અને એક શિક્ષક પર સગીર વયની વિદ્યાર્થીની પર સામૂહિક દુષ્કર્મ આચરવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. નાનકડા સંપ્રદેશમાં સ્કૂલના સંચાલક એવા વાઇસ પ્રિન્સિપાલ સાથે શાળાના એક શિક્ષકે દુષ્કર્મ કરવાની ફરિયાદની જાણ થતાં જ સમગ્ર પ્રદેશમાં સંનસની મચી ગઈ છે.

ઘટનાની ગંભીતા જાેતા દાદરા નગર હવેલી પોલીસે આરોપી સ્કૂલ સંચાલક અને વાઇસ પ્રિન્સિપાલ માઈકલ નુંન્સની સાથે શાળાના શિક્ષક લેસ્ટર જાેકવીન ડિકોસ્ટાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સેલવાસ પોલીસે આરોપીઓ વિરુધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ મિશનરી સ્કૂલના સંચાલક અને શિક્ષકે વિદ્યાર્થીની પર આચરેલા દુષ્કર્મની વાતને લઈ સમગ્ર પ્રદેશમાં લોકોમાં રોષ વ્યાપો છે. બનાવને ગંભીરતાથી લઈ દાદરા નગર હવેલીના ડેપ્યુટી કલેક્ટરે આગળનો આદેશ ન આવે ત્યાં સુધી શાળાને બંધ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે. આમ આ નાનકડા પ્રદેશની ચકચારિત ઘટનાને લઈ સમગ્ર પ્રદેશમાં સનસની મચી ગઈ છે.

બનાવની વિગત મુજબ, દાદરા નગર હવેલીના સામરવરણી વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ નામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને આ શાળાના સંચાલક અને વાઈસ પ્રિન્સિપાલ એવા માઈકલ નુંન્સ અને શાળાના શિક્ષક લેસ્ટર જાેકવીન ડિકોસ્ટા નામના શિક્ષક વિરુધ દુષ્કર્મ ની ફરિયાદ દાખલ કરી છે. વિદ્યાર્થી એ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓ દ્વારા અવારનવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સાથે જ આરોપીઓએ વિદ્યાર્થીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ બાબતનો પણ ઉલ્લેખ ફરિયાદમાં થતા દાદરાનગર હવેલી પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોકસો એક્ટની સાથે ધમકી આપવાની પણ ફરિયાદ દાખલ કરી છે. બનાવમાં વિદ્યાર્થિનીની તબિયત બગડતા તેને પ્રથમ સેલવાસ અને ત્યારબાદ સુરત અને મુંબઈની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. મુંબઈ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરતા મુંબઈ પોલીસે દાદરા નગર હવેલી પોલીસને જાણ કરતાં સમગ્ર બનાવ બહાર આવ્યો હતો.

આથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વાઇસ પ્રિન્સિપાલ અને સંચાલક એવા માઈકલ નુંન્સ અને શિક્ષક લેસ્ટર જાેકવીન ડિકોસ્ટાની ધરપકડ કરી. તેઓના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ૩ તારીખ સુધીના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે. આમ આ નાનકડા પ્રદેશમાં ચકચાર મચાવનાર અને શિક્ષણ જગતને લાંછન લગાવનાર આ ઘટના બહાર આવતા સમગ્ર પ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

મિશનરી સ્કૂલના સંચાલક અને શિક્ષક દ્વારા વિદ્યાર્થિની પર દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા જ આરોપીઓ વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી છે. આ સાથે શાળા બંધ કરવાની માંગ ઉઠી રહી હતી. લોકોનો રોષ જાેતા દાદરા નગર હવેલીના ડેપ્યુટી કલેક્ટરે આગળનો આદેશ ના આવે ત્યાં સુધી સામરવરનીની અવર લેડી ઓફ હેલ્પ નામની શાળાને બંધ કરવાના આદેશ કર્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.