Western Times News

Gujarati News

વિદેશી ચલણની તસ્કરી કરવાનો નવો કિમિયો

લહેંગાના બટનમાં છુપાવ્યા લાખો રૂપિયા

નવીદિલ્હી,આમ તો તસ્કરી માટે પેસેન્જર્સ અલગ-અલગ રીત અપનાવે છે. પરંતુ નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર એક પેસેન્જરનો કિમિયો જાેઈને સુરક્ષાકર્મી પણ ચોંકી ગયા. આ પેસેન્જર ફોરેન કરન્સીની તસકરી કરી રહ્યો હતો અને તેણે લહેંગાના બટનમાં આ કરન્સીને છુપાવી રાખી હતી.

સીઆઈએસએફે આ વ્યક્તિની ધરપકડ કરીને કસ્ટમ વિભાગને સોંપી દીધો છે. કેસમાં આગળની તપા કરવામાં આવી રહી છે.સીઆઈએસ એફે ટ્‌વીટ કરી ઘટનાની જાણકારી આપી છે. તે પ્રમામે લહેંગાના બટનમાંથી જે કરન્સી મળી છે, ભારતીય મુદ્રામાં તેની કિંમત આશરે ૪૧ લાખ છે.

જાણવા મળ્યું કે પેસેન્જરે આ લહેંગો પોતાની બેગમાં રાખ્યો હતો. સીઆઈએસએફના ટિ્‌વટર હેન્ડલ પર તેનો એક વીડિયો ટ્‌વીટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કેટલાક કર્મચારી લહેંગાના બટન તોડીને તેમાં રાખવામાં આવેલા રૂપિયા કાઢી રહ્યાં છે. વીડિયો જાેવાથી ખ્યાલ આવે છે કે તેને ફોલ્ડ કરી બટનની અંદર રાખવામાં આવ્યા છે. ત્યારબાદ તેના પર સિલાઈ કરી દેવામાં આવી છે.

જાણકારી પ્રમાણે આ વ્યક્તિને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સવારે આશરે ૪ કલાકે ટર્મિનલ થ્રી પર રોકવામાં આવ્યો હતો. આ યાત્રી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં દુબઈ જવાનો હતો. અધિકારીઓએ જણાવ્યું કે એક્સરે સ્નેકર દરમિયાન યાત્રીની બેગમાં ઘણા બટન જાેઈને શંકા ગઈ હતી.

ત્યારબાદ સુરક્ષાકર્મીઓએ આગળ તપાસ કરવાનો ર્નિણય લીધો હતો. તપાસ બાદ તેની બેગમાંથી ૧,૮૫,૫૦૦ સાઉદી રિયાદ મળ્યા, જેની કિંમત ભારતીય મુદ્રામાં આશરે ૪૧ લાખ રૂપિયા છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.