Western Times News

Gujarati News

તાજ મહેલ’નું નામ બદલીને કરાશે ‘તેજો મહાલય’ ?

આગ્રા મ્યુનિ. કોર્પો.માં રજુ થશે પ્રસ્તાવ

આગ્રા,ફરી એક વખત આગ્રા સ્થિત તાજ મહેલનું નામ બદલવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે. આગરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે તાજ મહેલનું નામ બદલીને તેજાે મહાલય કરવા માટેનો મુદ્દો ગરમાઈ શકે છે. કોર્પોરેશનમાં આજે તાજ મહેલનું નામકરણ કરવા મામલે ચર્ચા થઈ શકે છે.

ભાજપના કાઉન્સિલર શોભારામ રાઠૌરે આજે ચર્ચા માટે પ્રસ્તાવ મુક્યો છે.શોભારામના પ્રસ્તાવને આજે સદનમાં રાખવામાં આવે અને તેના પર ચર્ચા થાય તેવી શક્યતા છે. જાેકે કાયદાકીય પાસાઓ અંગે વિચારણા બાદ જ પ્રસ્તાવને મોકલી શકાશે. આગ્રા મ્યુનિ. કોર્પોરેશનમાં આ પ્રસ્તાવને રજૂ કરવા માટે બપોરના ૩ઃ૦૦ વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

આગ્રા કોર્પોરેશનમાં તાજગંજ વોર્ડ ૮૮ના ભાજપના કાઉન્સિલર શોભારામે તાજ મહેલનું નામ તેજાે મહાલય કરવા માટેનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સાથે જ તેમણે પોતે જે આધાર પર તાજ મહેલને તેજાે મહાલય માને છે તે તથ્યોને પણ રજૂ કર્યા હતા.શોભારામના કહેવા પ્રમામે શાહજહાંની બેગમ મુમતાજ મહલનું અસલી નામ અંજુમ બાનો હતું.

તાજ મહેલના નિર્માણના ૨૨ વર્ષ પહેલા અંજુમ બાનોનું મોત થયું હતું. મુમતાજ મહલ ઉર્ફે અંજુમ બાનોને બુરહાનપુરમાં દફનાવવામાં આવ્યા હતા. તાજ મહેલના નિર્માણ બાદ તેમાં ફરી તેમની કબર બનાવાઈ.શોભારામે જણાવ્યું કે, તાજ મહેલની અંદર કમળના ચિહ્ન ઉપરાંત એવા તમામ નિશાનો ઉપલબ્ધ છે જે તાજ મહેલ પહેલા શિવ મંદિર હોવાનું સિદ્ધ કરે છે.

મુઘલ આક્રમણખોરોએ તેનું સ્વરૂપ બદલીને તેને તાજ મહેલ નામ આપ્યું. તે રાજા જયસિંહની સંપત્તિ હતી અને એવું કોઈ કબ્રસ્તાન નથી જેના પર મહેલ બનાવાયો હોય.ઉલ્લેખનીય છે કે, ૧૬૩૨માં તાજ મહેલ બનીને તૈયાર થયો હતો અને આજે ૨૦૨૨માં એટલે કે, ૩૯૦ વર્ષ બાદ તેનું નામકરણ કરવાની માગણી થઈ રહી છે.

આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર નવીન જૈનના કહેવા પ્રમાણે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તાજ મહેલનું નામ બદલવાનો અધિકાર છે. જાેકે સદનમાં પ્રસ્તાવ પાસ થયા બાદ આગ્રાવાસીઓની લોકલાગણી જાણવા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે.

આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના કાઉન્સિલર્સની સંખ્યા સૌથી વધારે છે. આ કારણે જ શોભારામનો પ્રસ્તાવ આજે પાસ થઈ જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, તાજ મહેલ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.