Western Times News

Gujarati News

શિલ્પાએ પતિ સાથે મળીને કરી ગણેશજીની પૂજા

બંનેએ બાળકો સાથે મેચિંગ કપડા પહેર્યા

દર વર્ષની જેમ આ વર્ષે પણ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ ઉલ્લાસપૂર્વક પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરી હતી

મુંબઈ,દેશભરમાં ગણેશોત્સવની ધૂમ છે. ઠેર-ઠેર ગણપતિના પંડાલ જાેવા મળી રહ્યા છે. તો કેટલાય ભક્તોએ બાપ્પાની પોતાના ઘરે પધરામણી કરાવી છે. બોલિવુડના પણ કેટલાય સેલેબ્સ એવા છે જે દર વર્ષે ભગવાન ગણેશને પોતાના ઘરે આમંત્રણ આપે છે. શિલ્પા શેટ્ટી પણ આવા જ સેલિબ્રિટીઝમાંથી એક છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પાએ ઉલ્લાસપૂર્વક પોતાના ઘરે ગણપતિ સ્થાપના કરી હતી. શિલ્પા શેટ્ટીને પગમાં ફ્રેક્ચર થયું હોવાથી આ વર્ષે તેનો પતિ રાજ કુંદ્રા ભગવાન ગણેશની મૂર્તિ લેવા ગયો હતો. ઘરે ગણેશજીની સ્થાપના કર્યા બાદ શિલ્પા શેટ્ટીએ ફેન્સને દર્શન પણ કરાવ્યા હતા.

શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પતિ અને બાળકો સાથેનો એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં ચારેય ગણપતિજીની મૂર્તિ સમક્ષ ઊભેલા જાેવા મળે છે. વિડીયોમાં જાેઈ શકો છો કે રાજ કુંદ્રાએ દીકરા વિઆન સાથે ટિ્‌વનિંગ કરતાં પિંક રંગનો કુર્તો પહેર્યો છે. જ્યારે શિલ્પા શેટ્ટી અને તેની દીકરી સમિષાએ ટિ્‌વનિંગ કર્યું છે અને બંને લહેંગામાં જાેવા મળી રહ્યા છે.

શિલ્પાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “અને તેઓ આવી ગયા છે. ગણપતિ બાપ્પા મોરિયા. વર્ષનો મારો સૌથી મનગમતો સમય. ગણપતિ બાપ્પા મોરિયા. શિલ્પા શેટ્ટીના ઘરે ગણેશજીના દર્શન કરવા માટે બોલિવુડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા. રવિના ટંડન દીકરી રાશા સાથે આવી હતી. આ સિવાય સોફી ચૌધરી, અવિનાશ ગોવારીકર, પ્રજ્ઞા કપૂર, એક્ટર રોહિત રોય પણ પરિવાર સાથે શિલ્પાના ઘરે ગણેશજીના દર્શન માટે આવ્યો હતો.


શિલ્પા શેટ્ટીની બહેન અને એક્ટ્રેસ શમિતા શેટ્ટી પણ દર્શન કરવા પહોંચી હતી. તેણે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેની સાથે જીજાજી રાજ કુંદ્રા, મમ્મી સુનંદા શેટ્ટી અને બહેન શિલ્પા જાેવા મળી રહ્યા છે. શમિતાએ આ તસવીરો શેર કરતાં લખ્યું હતું, “ગણેશ ચતુર્થીની શુભકામના. તમારા જીવનમાંથી ગણેશજી બધા જ વિઘ્નો દૂર કરે અને શાંતિ અને ખુશીઓથી હંમેશા જિંદગી છલોછલ રાખે.

આ સિવાય શમિતાએ બીજી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે બહેન શિલ્પા અને ફ્રેન્ડ આકાંક્ષા સાથે જાેવા મળી રહી છે. બીજી એક તસવીરમાં આકાંક્ષા, શિલ્પા, શમિતા અને નાનકડી સમિષા પોઝ આપી રહ્યા છે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી દર વર્ષે ધામધૂમથી બાપ્પાની ઘરે પધરામણી કરાવે છે. ગત વર્ષે શિલ્પાનો પતિ રાજ જેલમાં હતો તેમ છતાં તેણે પરંપરા જાળવતાં ગણેશજીની સ્થાપના ઘરે કરી હતી.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.