Western Times News

Gujarati News

કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટનો કોર્સ શિખવાડવામાં આવશે

પ્રતિકાત્મક

NSE એકેડમી અને HDFC મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી ‘ઇન્વેસ્ટ વર્સઃ એન ઇન્ટ્રોડક્શન ટુ ધ વર્લ્ડ ઓફ ઇન્વેસ્ટિંગ’નો પ્રારંભ

મુંબઇ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)ની સંપૂર્ણ માલીકીની પેટા કંપની એનએસઇ એકેડમી લિમિટેડ (એનએએલ)એ આ વર્ષની શરૂઆતમાં એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (એચડીએફસી એએમસી) સાથે ‘ઇન્વેસ્ટ-વર્સઃ એન ઇન્ટ્રોડક્શન ટુ ધ વર્લ્ડ ઓફ ઇન્વેસ્ટિંગ’ નામના વિશિષ્ટ પ્રોગ્રામ માટે સહયોગ અને લોંચ કરવા કરાર કર્યાં હતાં.  Launch of ‘Invest-verse: An Introduction to the World of Investing’ in collaboration with NSE Academy Limited and HDFC Mutual Fund.

આ પ્રોગ્રામ સમગ્ર ભારતમાં કોલેજના વિદ્યાર્થીઓને ઓફર કરાશે. આ પાંચ કલાકના સર્વગ્રાહી કોર્સ દ્વારા નવા રોકાણકારના વિશાળ સમૂહ સુધી પહોંચવામાં મદદ મળશે, જે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડની એમએફબાઇટ્સ એપ્લીકેશન ઉપર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રોગ્રામની ઓનલાઇન ડિલિવરી અને એપ્લીકેશન આધારિત ટ્રેનિંગ અપાશે તથા તે બંન્ને સંસ્થાઓ દ્વારા સહ-પ્રમાણિત કરાશે.

આ પ્રોગ્રામની ઔપચારિક શરૂઆત 25 ઓગસ્ટ, 2022ના રોજ એનએસઇ, બીકેસી, બાંદ્રા (મુંબઇ) ખાતે કરાઇ હતી. આ લોંચ કાર્યક્રમમાં એનએસઇના એમડી અને સીઇઓ આશિષ કુમાર ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં તથા એચડીએફસી એએમસીના એમડી અને સીઇઓ નવનીત મુનોતે ઉદ્ઘાટન કર્યું હતું

તથા મુંબઇની વિવિધ પ્રતિષ્ઠિત કોલેજના 250થી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. આ ‘ઇન્વેસ્ટ-વર્સઃ એન ઇન્ટ્રોડક્શન ટુ ધ વર્લ્ડ ઓફ ઇન્વેસ્ટિંગ કોર્સ’ને એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડની માયબાઇટ્સ એપ્લીકેશન ઉપર પણ રિલિઝ કરાયો હતો (https://www.hdfcfund.com/mf-bytes).

આ પ્રસંગે સંબોધન કરતાં એચડીએફસી એએમસીના એમડી અને સીઇઓ નવનીત મુનોતે કહ્યું હતું કે, “નાણાકીય સાક્ષરતા નાણાકીય સમાવેશીકરણ હાંસલ કરવા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે.

નાણાકીય સાક્ષરતા યુવાનો અને ખાસ કરીને નોન-ફાઇનાન્સ બેકગ્રાઉન્ડના લોકો સુધી લઇ જઇને તેમને ભાવિ રોકાણકાર બનવા શિક્ષિત અને સક્ષમ કરવાના આદરણીય પ્રધાનમંત્રીશ્રીના વિઝન સાથે જોડાયેલા છીએ. ઇન્વેસ્ટ-વર્સ સાથે અમે આપણા પ્રધાનમંત્રીશ્રીના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું ભરવા સાથે દરેક ભારતીય માટે સંપત્તિ સર્જક બનવાનું અમારું મીશન પણ દર્શાવીએ છીએ.”

NALના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અભિલાષ મિસરાએ કહ્યું હતું કે, “એનએસઇ એકેડમી દેશભરના વિદ્યાર્થીઓ અને પ્રોફેશ્નલ્સ માટે નાણાકીય શિક્ષણ અને કૌશલ્યલક્ષી ફાઇનાન્સિયલ માર્કેટ કોર્સિસને પ્રોત્સાહિત કરે છે. HDFC AMC સાથે અમારું જોડાણ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક કૌશલ્યો વિકસાવવામાં NSE એકેડમીની ભૂમિકાને વધુ મજબૂત કરશે તથા ઉચ્ચ-શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર મૂલ્યનો ઉમેરો કરશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.