Western Times News

Gujarati News

નેશનલ ગેમ્સમાં સુરત ખાતે 4 ઈન્ડોર-આઉટડોર ગેમ્સમાં 1100 ખેલાડીઓ ભાગ લેશે

તા.૧૭મીના રોજ સવારે ૭.૦૦ વાગે પરંપરાગત ગામઠી રમતો જવી કે, ખો- ખો, કબફી, ગીલીદડા, લખોટી, કોથળા દોડ જેવી રમતોમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો ભાગ લેશે. ટ્રાયબલ તથા ફોક ડાન્સ યોજાશે.

૩૬મી નેશનલ ગેમ્સના ભાગરૂપે સુરતના આંગણે ત્રણ દિવસીય “સ્પોર્ટસ કા્નિવલ’ યોજાશે 

સુરતઃ રમત ગમત ક્ષેત્ર ગુજરાત તેના સકારાત્મક અભિગમ સાયે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ દરમ્યાથન પ્રતિષ્ંત “ઝુમી નેશનલ ગેમ્સ ૨૦૨૨”ની યજમાની કરવા જઈ રહ્યું છે. ત્યારે સુરતને ટેબલ ટેનિસ, બેડમિન્ટન, બીચ હેન્ડ બોલ તથા બીચ વોલીબોલ એમ ચાર રમતોની યજમાની મળી છે.

જેમાં ૧૧૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લેશે. સુરત ખાતે ૩૬મી નેશનલ ગેમ્સના ભાગરૂપે તા.૧૭,૧૮ અને ૧૯મી  સપ્ટેમ્બરના રોજ ત્રણ દિવસ માટે જી.ડી.ગોએન્કા પાસે કેનાલ વોકવે ખાતે સ્પોર્ટસ કાર્નીવલ યોજીને રમતગમતવીરો, વિઘાર્થીઓને જાગૃત કરવામાં આવશે.

જેના આયોજનના ભાગરૂપે મેયરશ્રી હેમાલીબેન બોધાવાલા, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની તથા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની ઉપસ્થિતિમાં અડાજણ આર્ટ એન્ડ પરફોર્મીંગ સેન્ટર ખાતે બેઠક યોજાઈ હતી. તા.૧૭મીના રોજ સવારે ૭.૦૦ વાગે પરંપરાગત ગામઠી રમતો જવી કે, ખો- ખો, કબફી, ગીલીદડા, લખોટી, કોથળા દોડ જેવી રમતોમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો ભાગ લેશે. ટ્રાયબલ તથા ફોક ડાન્સ યોજાશે.

તા.૧૮મીએ કેનાલ કોરીડોર ખાતે સાયકલીંગ રેલી, સ્કેટીંગ રેલીઓ યોજાશે. તા.૧૯મીએ  શહેરના વિવિધ સ્પોર્ટસ એસોસિયેશનો પોતાના પ્લાટુનો સાથે પરેડ ગેમ્સને રેલી યોજશે. આ દિવસોમાં ફુડ ફેસ્ટીવલ તથા કલ્ચરલ પ્રોગ્રામો યોજાશે. આ જ સ્થળે ફુડ ફેસ્ટીવલ તા.૧૭ સષ્ટેમ્બરથી તા.૫ ઓક્ટોમ્બર સુધી યોજાશે.

આ પ્રસંગે મેયરશ્રીએ જણાવ્યું હતું કે, દરેકક્ષેત્રમાં સુરત અવ્વલ નંબરે રહ્યું છે. નેશનલ ગેમ્સની ચાર રમતોનું યજમાન પદ સુરતને મળ્યું છે ત્યારે બાળકો, રમતવીરો, સ્પોર્ટસને લગતા એસોસિયેશનો ભાગ લઈને સફળ બનાવવાની હિમાયત કરી હતી. ત્રણ દિવસીય સ્પોર્ટસ કાર્નિવલની ઉજવણીમાં સૌને સહભાગી બનવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

આ અવસરે મ્યુ,કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ જમાવ્યું કે, ૩૯મી નેશનલ ગેમ્સ અંતર્ગત ચાર  રમતો સુરતમાં યોજાશે. સુરતના આંગણે ત્રણ દિવસીય સ્પોર્ટસ કાર્નિવલ અંતર્ગત સ્કુલમાં પ્રમોશન, સ્પોર્ટસ કાર્નિવલ સેલિબ્રેશન, વધુમાં વધુ બાળકોનું પાર્ટસીપેશન થાય તે માટે સૌના સહકારની અપેક્ષા વ્યકત કરી હતી.

જે રમતમાં જે બાળકોને રસ હોય તેમાં ભાગ લે તેમજ નેશનલ ગેમ્સને નિહાળવા અને માણવા માટેનો અનુરોધ તેમણે કર્યો હતો. જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે સ્પોર્ટસ કાર્નિવલમાં વધુમાં વધુ સુરતીઓ ભાગ લેવાની બનાવવાની હિમાયત કરી હતી. આ અવસરે ડે.મેયર, સુડાના સી.ઈ.ઓ., ડજીવીસીએલના એમ.ડી. તથા વિવિધ રમતગમતના એસોસિયેશનના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.