Western Times News

Gujarati News

ખિલખિલાટ પાઈલટે માતા-બાળકને નદી પાર કરાવી સુરક્ષિત ઘરે પહોંચાડ્યા

જરુર પડી તો હોડી ચલાવી

છેવાડાના આ બેટ પર આવેલું ગામ મહિસાગર જિલ્લાનું છેલ્લું ગામ છે અને તે રાજસ્થાનને અડીને આવેલું છે

વડોદરા,મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં એક છેવાડાના વિસ્તારમાં હૃદયને સ્પર્શી જાય તેવી ઘટના બની છે જેમાં ખિલખિલાટના પાઈલટ નવજાત અને માતાનું ઘર તટ પર આવેલું હોવાથી તેમણે નાવ પણ ચાલાવી હતી. તેઓ ખિલખિલાટના પાઈલટ હતા પરંતુ જરુર પડી તો તેમણે માતા અને બાળકને ઘરે પહોંચાડવા માટે નાવ પણ ચલાવી હતી.

તેમણે નદી પાર કરીને માતા અને બાળક બન્નેને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા. વાનના પાઈલટ બળવંત વાગડિયાને શનિવારે બપોરે ફોન આવ્યો હતો કે સંતરામપુર હોસ્પિટલમાં જન્મેલા નવજાત બાળક અને તેની માતાને ઘરે મૂકવા માટે જવાનું છે.

બળવંતભાઈએ જણાવ્યું કે જ્યારે તેઓ દર્દી પાસે પહોંચ્યા તો તેમને જણાવવામાં આવ્યું કે “બાળકને જન્મે આપનારી માતાનું ઘર રાઠડા બેટ પર આવેલું છે, છેવાડાના આ બેટ પર આવેલું ગામ મહિસાગર જિલ્લાનું છેલ્લું ગામ ગામ છે અને તે રાજસ્થાનને અડીને આવેલું છે.

જ્યારે ખિલખિલાટના પાઈલટ બળવંતભાઈ કડાણા નદીના તટ પર પહોંચ્યા ત્યારે તેમણે મહિલાના સગાને ફોન કરીને બોલાવ્યા હતા, સગાને જણાવ્યું હતું કે તેમણે માતા અને બાળકને નદીના કિનારે ઉતાર્યા છે. જ્યારે મહિલાના સગાએ તેમને કહ્યું કે તેઓ ત્યાં બાળક અને માતાને લેવા માટે એક કલાકમાં પહોંચશે, બાળક અને માતાને ત્યાં તેમની રાહ જાેવા માટે જણાવવામાં આવ્યું હતું.

જાેકે, પરિવારમાં કોઈ પુરુષ સભ્ય ના હોવાનું જાણીને બળવંતબાઈએ આ અંગે પોતાના સુપરવાઈઝરને જાણ કરી હતી, તેમણે બાળક અને માતાને મૂકવા ગયા ત્યાંની જે સ્થિતિ હતી તેના અંગે ચિતાર આપ્યો હતો. બળવંતભાઈએ જણાવ્યું કે, “હું માતા અને બાળક બન્નેને એકલા નદી કિનારે છોડવાની બાબતથી ચિંતિત હતો, મારા સુપરવાઈઝરને મને પૂછ્યું કે શું મને હોડી ચાલવતા આવડે છે, આ પછી મેં જ બોટ ચલાવીને તેમને સુરક્ષિત રીતે તટ પર આવેલા તેમના ઘરે પહોંચાડી દીધા હતા.”

આમ ખિલખિલાટના પાઈવટે માનવતા બતાવી અને જરુર પડી તો હોડીના પાઈલટ પણ બની ગયા અને નવજાત બાળક તથા માતાને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.