Western Times News

Gujarati News

રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતા ૪ સાગરીતોને ભરૂચ LCBએ ઝડપી પાડયા

રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી UP ની ગડ્ડી ગેંગના ૪ સાગરીતોને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડયા

અંકલેશ્વર કાલુપર બેંક બહારથી ભરૂચ જીલ્લા પોલીસની SIT એ સાતીરો પાસેથી ૨.૨૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : ૧૨ વર્ષમાં ૩ રાજ્યમાં ૧૪ સ્થળે બેંકો બહાર ૩૪ ગુનામાં આચરી લોકોના અઢી લાખ પડાવ્યા હતા.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ એલસીબી,અંકલેશ્વર શહેર પોલીસની બનાવેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમે અંકલેશ્વરની કાલુપુર બેંક બહારથી છેલ્લા ૧૨ વર્ષથી લોકોને રૂમાલમાં નોટોના બંડલ બતાવી છેતરતી UP ની ગડ્ડી ગેંગના ૪ સાગરીતોને ઝડપી લીધા છે.

બેંક બહાર કે અંદર રૂમાલમાં નોટોના બંડલ હોવાનું બતાવી આ નાણાં વતન મોકલવાના છે પણ ચોરી કે ગેરકાયદે હોય તેમ કહી કમિશનની લાલચ ઉત્તર પ્રદેશની ગડ્ડી ગેંગ આપતી હતી.જેના અવેજમાં વતન મોકલવા બેંકમાં રહેલા ગ્રાહક પાસેથી ૫ થી ૨૫ હજાર લઈ લેતી હતી.

જોકે ગ્રાહક રૂમાલ ખોલીને નોટોની ગડ્ડી જોતા માત્ર પેહલી નોટ જ અસલી જ્યારે નીચે તમામ કાગળ મળતા હતા.આવી રીતે આ ગેંગે પાછલા ૧૨ વર્ષમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ૧૪ સ્થળે બેંકો બહાર તેનો કીમિયો અજમાવ્યો હતો.કુલ ૩૪ લોકોને નોટોની ગડ્ડીમાં ભોળવી રૂપિયા અઢી લાખ જેટલા પડાવી લીધા હતા.

ભરૂચ જીલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટીલ દ્વારા ડીવાયએસપી ચિરાગ દેસાઈને સૂચના આપી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, અંકલેશ્વર શહેર પોલીસ સહિતની ખૂન, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં સીટની રચના કરાઈ હતી.આ સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમના પી.એસ.આઈ વાય.જી.ગઢવીને બાતમી મળી હતી કે અંકલેશ્વર કાલુપુર બેંક બહાર અલ્ટો કાર લઈ ટોળકી ઉભી છે.

એલ.સી.બી પી.આઈ ઉત્સવ બારોટ,શહેર પી.આઈ આર.એચ.વાળા, પોસઈ એ.એસ.ચૌહાણે સહિત ટીમે તુરંત બેંક પાસે પહોંચી ગડ્ડી ગેંગના ૪ સાતીર અપરાધીઓને દબોચી લીધા છે.ગડ્ડી ગેંગના મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ વાપી, સુરત, બાંદ્રા રહેતા આરોપીઓ નિતેશકુમાર રાધેશ્યામ સોનેકર, રકીબ અહમદખાન ગુર્જર,જેરામસીંગ સુંદરસીંગ પરિહાર તેમજ વીપીનકુમાર લાલપ્રતાપ મિશ્રાની ધરપકડ કરી તેમના રિમાન્ડની તજવીજ હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.