Western Times News

Gujarati News

શેમારૂ ઉમંગે પોતાનો પહેલો ઓરિજિનલ શો ‘કિસ્મત કી લકિરો સે’ લોન્ચ કર્યો

શેમારુ ઉમંગ ‘કિસ્મત કી લકિરો સે’પ્રસ્તુત કરશે

મુંબઇ, શેમારૂના ઘરની લેટેસ્ટ ચેનલ શેમારૂ ઉમંગે પોતાનો પહેલો ઓરિજિનલ શો ‘કિસ્મત કી લકિરો સે’ લોન્ચ કર્યો છે. હિન્દી હાર્ટલેન્ડ પર આધારિત, ‘કિસ્મત કી લકિરો સે’ એ નિયતિ, બલિદાન અને પ્રેમની એક આકર્ષક વાર્તા છે, જેને મોટાભાગના યુગલો સાથે જાેડી શકાય છે. આ શો ૫મી સપ્ટેમ્બર, સોમવારથી શનિવાર સુધી રાત્રે ૮ વાગ્યે શેમારૂ ઉમંગ પર પ્રસારિત થશે.

આ શો પ્રેક્ષકોને રહસ્યમય વળાંકો અને વંટોળની સફર પર લઈ જાય છે જે આખરે એક અનોખા બંધનમાં વિકસે છે. આ શો બે બહેનોના વિપરીત વ્યક્તિત્વને પણ સુંદર રીતે વ્યક્ત કરે છે. તેમાંથી એક ખૂબ જ નમ્ર, માયાળુ, સંભાળ રાખનાર અને કુટુંબલક્ષી છે, જ્યારે બીજી બેફિકર, સ્વતંત્ર અને આધુનિક છે.

તેમના જીવનમાં ડોકિયું કરવા અને તેમના ભાગ્યમાં શું લખ્યું છે તે જાણવા માટે આ શો જુઓ. મુખ્ય કલાકારોમાં છે અભિનેતા વરુણ શર્મા, જેણે સસુરાલ સિમર કા, ભાગ્યલક્ષ્મીમાં તેની વિશિષ્ટ ભૂમિકાઓ દ્વારા ચાહકોનું દિલ જીત્યું છે; પવિત્ર ભરોસે કા સફરમાં પવિત્રાની મુખ્ય ભૂમિકા ભજવનાર

શૈલી પ્રિયા; સ્પ્લિટ્‌સવિલા-૯ ફેમ અભિષેક પઠાણિયા, અને સુમતિ સિંહ કે જેઓ રૂપ – મર્દ કા નયા સ્વરૂપ અને અમ્મા કે બાબુ કી બેબીમાં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. સ્ટાર કાસ્ટ દ્વારા ઉત્કૃષ્ટ અભિનય અને આકર્ષક કથા પ્રેક્ષકોને ટેલિવિઝન સ્ક્રીનથી દૂર થવા દેશે નહીં તે નિશ્ચિત છે.

આ વર્ષે એપ્રિલમાં લોન્ચ થયેલી, શેમારૂ ઉમંગ એ શેમારૂના હાલના પોર્ટફોલિયોમાં ફ્રી ટુ એર ચેનલો, શેમારૂ ટીવી અને શેમારૂ મરાઠીબાણાનોમાં ઉમેરો છે. શેમારૂ ઉમંગ તમામ અગ્રણી કેબલ નેટવર્ક અને ડ્ઢડ્ઢ ફ્રી ડીશ પર ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.