Western Times News

Gujarati News

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે

તા.૧૫મી સપ્ટેમ્બરે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડની ઉપસ્થિતીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્ર્મ યોજાશે

ગોધરા,  ૩૬મી નેશનલ ગેમ્સના કરાયેલા આયોજનના ભાગરૂપે “સેલિબ્રેટિંગ યુનિટી થ્રુ સ્પોર્ટ્સ” થીમ હેઠળ જિલ્લા કક્ષાએ “નેશનલ ગેમ્સ” અંગે હાથ ધરાયેલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં તા.૧૫ મી સપ્ટેમ્બર,૨૦૨૨ થી જિલ્લાની શાળા, કોલેજોમાં વિવિધ રમતોના આયોજન થકી ૩૬મી નેશનલ ગેમ્સના વ્યાપક પ્રસાર-પ્રચાર અંતર્ગત પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.

પંચમહાલ જિલ્લામાં ૧૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૯.૩૦ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ઇન્ડોર હોલ ગોધરા ખાતે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડની ઉપસ્થિતીમાં જિલ્લા કક્ષાનો કોલેજ/યુનિવર્સિટી ગેમ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

આ સાથે ૧૬ સપ્ટેમ્બરના રોજ સવારે ૯.૩૦ વાગ્યે એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં તથા એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ હાલોલ ખાતે ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતીમાં,

૧૭ સપ્ટેમ્બરના રોજ શ્રી સરકારી વિનયન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ મોરવા હડફ ખાતે રાજ્ય આરોગ્યમંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને તથા સરકારી કોલેજ જાંબુઘોડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયંકભાઇ દેસાઈની કાર્યક્ર્મ યોજાશે.જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ ખાતે ઉક્ત નેશનલ ગેમ્સ અંગે અવેરનેશ કાર્યક્રમો યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા, તાલુકા અને શાળા કક્ષાએ યોજાનારા ઉપરોક્ત અવેરનેશ કાર્યક્રમો પ્રસંગે તા.૧૫ મીએ જિલ્લા કક્ષાએ કબડ્ડી, વોલીબોલ અને રસ્સાખેચ સ્પર્ધાઓ યોજાશે. તદઉપરાંત તા.૧૬ અને ૧૭ મીના દિવસોમાં તાલુકા કક્ષાએ કોલેજોમાં ખોખો-કબડ્ડીની સ્પર્ધા યોજાશે તેમજ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં લેગ ક્રિકેટ, મ્યુઝિકલ ચેર, રસ્સાખેચ, એથલેટીક, ચેસ, ખોખો-કબડ્ડી વગેરે જેવી સ્પર્ધાઓ યોજવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.