Western Times News

Gujarati News

સમુદ્રની અંદર વિશાળકાય જંગલો મળી આવ્યા

નવી દિલ્હી, એમેઝોન, બોર્નિયો, કોંગો, ડેનટ્રી. આ વિશ્વના સૌથી મોટા અને પ્રખ્યાત જંગલોમાંથી એક છે. શું તમે ક્યારેય સમુદ્રની નીચે જંગલ વિશે સાંભળ્યું છે? વિશ્વમાં ઘણી જગ્યાએ સમુદ્રની નીચે જંગલો ઉપસ્થિત છે. જેનો નકશો તાજેતરમાં બનાવવામાં આવ્યો છે.

જાે આપણે આ બધા જંગલોનું કદ જાેઈએ તો તે ભારતના ક્ષેત્રફળ કરતાં બમણું નિકળશે. મોટા- મોટા જંગલો પણ છે. રશિયાથી કેનેડા સુધી બોરિયલ ફોરેસ્ટ વિસ્તરેલું છે. પરંતુ શું તમે જાણો છો કે પાણીની નીચે કેટલા જંગલો છે. દરિયાની અંદર મોટા કેલ્પ અને સમુદ્રી વીડના જંગલો છે. જેવું પહેલા વિચારી રહ્યાં હતા તેના કરતાં અનેક ગણા મોટા, લીલાછમ અને ગીચ જંગલો જાેવા મળ્યા છે.

આ જંગલોમાં દરિયાઈ પ્રાણીઓની વિવિધ પ્રજાતિઓ રહે છે. ગ્રેટ આફ્રિકન સી ફોરેસ્ટ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા નજીક ગ્રેટ સધર્ન રીફના દરિયાકિનારાની નીચે આવેલું છે. વિશ્વના મહાસાગરોની અંદર આવા ઘણા જંગલો છે, જેનું કોઈ નામ નથી. તેમજ કોઈ તેને ઓળખતું પણ નથી. એક નવા સંશોધનમાં દુનિયામાં આવા કેટલા જંગલોનો ખુલાસો થયો છે. તેમનો નકશો પણ બનાવવામાં આવ્યો છે.

જે તમને અહીં જાેવા મળશે. આ અભ્યાસ ગ્લોબલ ઇકોલોજી એન્ડ બાયોજીઓગ્રાફી જર્નલમાં પ્રકાશિત થયો છે. આ સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ તાપમાનને કારણે માત્ર જમીનના જંગલો જ બળી રહ્યાં નથી. દરિયાની અંદર પણ ઉંચા તાપમાનના કારણે જંગલો સળગી રહ્યા છે.

હવે તમે વિચારતા હશો કે પાણીની અંદર કઈ રીતે બળી શકે છે. પરંતુ મહાસાગરોના વધતા તાપમાનને કારણે આ જંગલોની ઇકોલોજી બગડી રહી છે. આબોહવા પરિવર્તનને કારણે તેમની કાર્બનની વૃદ્ધિ અને શોષણ કરવાની ક્ષમતા ઘટી રહી છે. દરિયાઈ જંગલો સામાન્ય રીતે સીવીડથી બનેલા હોય છે.

આ શેવાળનો એક પ્રકાર છે. તેઓ સૂર્યની ઊર્જા અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રકાશસંશ્લેષણ દ્વારા વૃદ્ધિ પામે છે. જાે ત્યાં સારી સીવીડ હોય તો તે ઊંચાઈમાં દસ મીટર સુધી ફેલાય છે. આ જંગલો વિશાળ વિસ્તારમાં ફેલાયેલા છે.

આ જંગલો પાણીના મોજા સાથે ધીમે ધીમે આગળ વધે છે. જેમ અનેક પ્રકારના પ્રાણીઓ જમીન પરના જંગલોમાં રહે છે, તેવી જ રીતે ઘણી પ્રજાતિઓ દરિયાઈ જંગલોમાં રહે છે. દરિયાઈ વાંસ અને દરિયાઈ ઘાસ પણ આ દરિયાઈ જંગલોમાં જાેવા મળે છે.

દરિયાઈ વાંસ જમીન પર જાેવા મળતા વાંસ જેટલો લાંબા હોય છે. જ્યારે દરિયાઈ ઘાસ ગેસોથી ભરેલી આકૃતિયો હોય છે, જે ફુગ્ગા જેવી હોય છે. તે જંગલમાં ફેલીને ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગેસનું સંતુલન બનાવે છે. તેમના મૂળીયા ખૂબ જ મજબૂત હોય છે, જેથી તેઓ દરિયાના મોજાને સહન કરીને સૂર્યપ્રકાશ તરફ આગળ વધી શકે. દરિયાઇ સીવીડ ઝડપથી ફેલાતા અને વધતા છોડ છે.

પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વિસ્તાર કેટલો વિશાળ છે. જમીન પરના જંગલોનું માપન સેટેલાઇટ દ્વારા કરવામાં આવે છે. પરંતુ તે પાણીની હેઠળ મુશ્કેલ છે. કારણ કે મોટા ભાગના ઉપગ્રહો સમુદ્રની નીચે બહુ મેપિંગ કરવા સક્ષમ નથી. તેથી, આ સંશોધનમાં વૈજ્ઞાનિકોએ વિશ્વભરમાં હાજર દરિયાઇ જંગલો, દરિયા કિનારા વગેરેના ડેટાની શોધ કરી.

આખી દુનિયામાં ૬૦થી ૭૨ લાખ ચોરસ કિલોમીટરના દરિયાઈ જંગલો છે. જે એમેઝોન કરતા પણ મોટા છે. આપણા મહાસાગરો પૃથ્વી પર ઉત્પન્ન થતા ૨૪૦૦ ગીગાટન ગ્રીનહાઉસ વાયુઓમાંથી તમામ ભારે ગરમીને શોષી લે છે. આવી સ્થિતિમાં દરિયાઈ જંગલોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ બધા દરિયાઈ જંગલો બળી રહ્યા છે. આમ દરિયાની અંદર આવેલા જંગલો બળવા પાછળ પણ માનવજાત જ જવાબદાર છે. ઊંચા તાપમાનને કારણે દરિયાઇ જંગલોની હાલત ખરાબ થઈ રહી છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, ઈસ્ટર્ન કેનેડા અને કેલિફોર્નિયાના દરિયાઈ જંગલોમાં સૌથી ખરાબ સ્થિતિ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.