Western Times News

Gujarati News

મહામારી બાદ એકતા શર્માને ટીવી શોમાં કામ મળવાનું થયું બંધ

મુંબઈ, દરેકના જીવનમાં ઉતાર-ચડાવ આવે છે. ખાસ કરીને ટીવી એક્ટર્સ માટે જીવનનિર્વાહ ચલાવવો પણ ઘણીવાર મુશ્કેલ થઈ જાય છે. કારણ કે, અમુક વખત જાે તેમનું નસીબ કામ કરી રહ્યું હોય તો બેક ટુ બેક સીરિયલોમાં સારું કામ કરવા મળે છે, તો કેટલાક દિવસો એવા હોય છે જ્યારે તેમની પાસે કોઈ જ પ્રોજેક્ટ હોતો નથી અને તેથી તેઓ એક્ટિંગ છોડી બીજું કંઈક કામ કરવા માટે મજબૂર થાય છે.

કુસુમ, ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી, કામિની-દામીની, બેપનાહ પ્યાર સહિતની સીરિયલોમાં કામ કરી ચૂકેલી એકતા શર્મા હાલ કોલ સેન્ટરમાં નોકરી કરી રહી છે.

મહામારી દરમિયાન લગભગ એક વર્ષ સુધી કોઈ પણ કામ વગર ઘરે બેઠા બા એક્ટરે ૨૦૨૧માં બીપીઓમાં જાેડાવવાનું નક્કી કર્યું હતું. વાતચીત કરતાં એકતા શર્માએ જણાવ્યું હતું કે ‘એક્ટિંગમાં નોકરી મેળવવા માટે મેં ઘણો સંઘર્ષ કર્યો હતો. સારી તક મારા ઘરનો દરવાજાે ખખડાવે તેની રાહ જાેઈને હું ઘરે બેસી રહું તેમ શક્ય નહોતું. તેથી, મેં ગયા વર્ષે બીપીઓમાં જાેડાવવાનું નક્કી કર્યું હતું’.

એકતા શર્મા છેલ્લે એકતા કપૂરના શો ‘બેપનાહ પ્યાર’માં જાેવા મળી હતી, જે ૨૦૨૦માં ઓફએર થયો હતો અને ત્યારે જ કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. એકતા શર્માએ ઉમેર્યું હતું કે મને મારું ક્રાફ્ટ ગમે છે અને એક્ટિંગમાં પાછી ફરવા માગું છું.

હું નિયમિત ઓડિશન આપું છું અને લૂક ટેસ્ટ માટે જાઉં છું. ખૂબ જલ્દી કંઈક કામ કરે તેવી આશા રાખું છું’. પ્રોફેશનલની જેમ તેની પર્સનલ લાઈફ પણ ઘણા સંઘર્ષથી ભરેલી છે. હાલ, તે તેની આઠ વર્ષની દીકરીની કસ્ટડી મેળવવાની લડાઈ લડી રહી છે.

‘એક જ સમયે ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે, તેમ એકતા કહ્યું હતું. જે હાલ પોતાની માતા સાથે ભાડાના ઘરમાં રહે છે. જીવનમાં મુશ્કેલીઓથી ઘેરાયેલી હોવા છતાં વર્ષ ૨૦૦૦માં શો ડેડી સમજા કોથી કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ પોઝિટિવ રહેવાનો પ્રયાસ કરી રહી છે.

તેણે કહ્યું હતું કે ‘કોલ સેન્ટરમાં નોકરી કરવામાં કંઈ ખોટું નથી. જ્યાં સુધી હું મારો અંતરઆત્મા નથી વેચી રહી ત્યાં સુધી કોઈ કામ નાનું કે મોટું નથી. તે દુખદ વાત છે કે, આશરે બે દશકા સુધી ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ પણ મને કામ નથી મળી રહ્યું.

એક્ટિંગમાં એન્ટ્રી કરું તે પહેલા ગ્રેજ્યુએશન પૂરું કરવાની સલાહ આપનારા મારા દિવંગત પિતાનો હું આભાર માનું છું. તેમની સલાહના કારણે જ હું પૈસા કમાઈ રહી છે અને પોતાને સંભાળી રહી છું. મારી ઓફિસના લોકો પણ સપોર્ટિવ છે. તેમણે ખુલ્લા દિલથી મારું સ્વાગત કરું હતું. પરંતુ હું મારી ઈન્ડસ્ટ્રીના લોકોથી નિરાશ છું જેઓ મને કામ આપવા માટે આગળ ન આવ્યા’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.