Western Times News

Gujarati News

સુરતના ૫ યુવાનો દમણના દરિયામાં નાહવા પડતાં ડૂબ્યાંઃ 2ને બચાવી લેવાયાં

દમણ, સંઘપ્રદેશ દમણના દરિયામાં રવિવારે દારૂનો નશો કરી નાહવા પડેલા પાંચ પર્યટકો દરિયામાં ડૂબ્યા હતા. જાેકે, સ્થાનિક લોકોએ પાંચમાંથી બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ દરિયામાં દૂર સુધી તણાઈ ગયા હતા. બનાવને લઈ સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઈ હતી.

જેના કારણે દરિયાકિનારે દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દરિયામાં ડૂબેલા ત્રણ પર્યટકોને શોધવા પોલીસ, ફાયર બ્રિગેડ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ પણ પ્રયાસો હાથ ધર્યા હતા. જાેકે, રાતનો સમય હોવાથી ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયાઓએ દરિયામાં શોધખોળ માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આથી સર્ચલાઈટની મદદથી કલાકો સુધી રાત્રે પણ શોધખોળ કરવામાં આવી હતી. બનાવની વિગત મુજબ, મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતા પાંચ યુવકો દમણ ફરવા આવ્યા હતા. જ્યાં તેમણે મોટી દમણના લાઇટ હાઉસ નજીકના દરિયા કિનારે ફરી ખાણીપીણીની મોજ કરી હતી.

આ સાથે તેમણે દારૂનો નશો પણ કર્યો હતો. નશાની હાલતમાં જ તેઓ દરિયામાં નાહવા પડ્યા હતા. થોડી જ વારમાં તેઓ ડૂબવા લાગ્યા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકોએ બે લોકોને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ દરિયામાં ડૂબી ગયા હતા.

બનાવની જાણ થતાં જ દમણ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. કોસ્ટ ગાર્ડને પણ જાણ કરવામાં આવી હતી. ડૂબેલા પર્યટકોની શોધખોળ માટે પ્રયાસો હાથ ધર્યા હતા. જાણ થતાં જ દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દરિયા કિનારે પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ ભોગ બનેલા તમામ પર્યટકો સુરતના હોવાનું બહાર આવ્યું છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના પરંતું સુરતમાં રહેતા હતા. આ યુવકો દમણ ફરવા આવ્યા હતા. જ્યાં તેઓ મોટી દમણના દરિયા કિનારે ખાણી પીણીની મોજ કર્યા બાદ દરિયામાં નાહવા પડ્યા હતા.

આ દરમિયાન આ ઘટના બની હતી. જાેકે, દરિયામાં ભરતીના સમયે પણ પોલીસની ટીમોએ રાત્રે પણ સર્ચલાઈટની મદદથી શોધખોળ કરી હતી. મુકેશ (રહે. નવાગામ ડિંડોલી સુરત) અને સાવનને (રહે. કૈલાશ નગર) બચાવી લેવામાં આવ્યા છે. ૨૦ વર્ષીય રિષભ, ૨૩ વર્ષીય રાહુલ અને ૨૪ વર્ષીય વાસુ દરિયામાં ડૂબી જતાં તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.