Western Times News

Gujarati News

સેટેલાઈટના આઈકોનિક બિલ્ડિંગમાં ૧૨મા માળે લાગી આગ

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, શહેરના શ્યામલ વિસ્તારમાં આવેલી આઈકોનિક બિલ્ડિંગમાં છેક ૧૨મા માળે આગ લાગવાની ઘટના બની છે. આ બનાવ પર ફાયર વિભાગ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ફર્નિંચરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આગની ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

રાત્રે લાગેલી આગની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. બિલ્ડિંગમાં ૧૨મા માળે આગ લાગતા અન્ય ફ્લોર પર રહેતા લોકોમાં પણ ડરનો માહોલ છવાઈ ગયો હતો. જાેકે, આગ પર કાબૂ મેળવી લેવાતા આઈકોનિક બિલ્ડિંગના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

આગની ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હોવાની વિગતો મળી રહી છે. રાત્રે બનેલી આગની ઘટના બાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને વિવિધ રીતે આગ પર કાબૂ મેળવવા માટે હાથ ધરેલા પ્રયાસમાં સફળતા મળી હતી.

આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે. આગ અન્ય ફ્લોર પર પ્રસરે તે પહેલા જ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. રાત્રે લાગેલી આગની ઘટના બાદ બિલ્ડિંગની આસપાસ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

આઈકોનિક બિલ્ડિંગની આસપાસમાં બનેલી બિલ્ડિંગમાંથી લોકો દ્વારા ઘટનાના વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરવામાં આવ્યા હતા. આઈકોનિક બિલ્ડિંગમાં ૧૨ માળે આગ લાગ્યા બાદ ફાયર વિભાગ દ્વારા વિશાળ ક્રેનની મદદથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. હવે આગ કોની બેદરકારીના કારણે લાગી તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

બનાવની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બનાવ અંગેના કારણને લઈને તપાસ કરી હતી. શું ફર્નિંચરના કારીગરોની બેદરકારીના લીધે આગ લાગી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. સામાન્ય રીતે કારીગર દ્વારા બીડીના ઠૂંઠા કે કોઈ કમિકલને યોગ્ય રીતે નીકલ કરવામાં ના આવ્યો હોય ત્યારે એક સામાન્ય તણખલાથી આગ ભભૂકી જતી હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.