Western Times News

Gujarati News

ડાબરે વેદિક ટી સાથે પ્રિમિયમ બ્લેક ટી માર્કેટમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, ભારતની અગ્રણી આયુર્વેદક અને નેચરલ હેલ્થકેર કંપની ડાબર ઈન્ડિયા લિમિટેડે આજે ડાબર વેદિક ટીના લોન્ચ સાથે પ્રિમિયમ બ્લેક ટી માર્કેટમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. 30થી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીના ગુણો ધરાવતી ડાબર વેદિક ટી અનેક આરોગ્ય લાભ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

આ લોન્ચ અંગે ડાબર ઈન્ડિયા લિમિટેડના માર્કેટિંગ હેડ-હેલ્થ સપ્લીમેન્ટ, શ્રી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે “ગયા વર્ષે ટી બેગ ફોર્મેટમાં ડાબર વેદિક સુરક્ષા ટીના સફળ લોન્ચિંગ પછી અમે દેશભરના ચાના ચાહકો માટે અમારી લેટેસ્ટ પ્રોડક્ટ ડાબર વેદિક ટી- પેકેજ્ડ બ્લેક ટી લોન્ચ કરતાં અમે રોમાંચ અનુભવીએ છીએ.

રેગ્યુલર ચાથી અલગ આ ચા આસામ, નીલગિરિ અને દાર્જિલિંગની વિશેષ ચા પત્તીનું અનોખું સંયોજન છે જેમાં 30થી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીઓ સમાવિષ્ટ છે. તે તમને અવર્ણનીય કહી શકાય તેવા સ્વાદ, સુગંધ અને રંગનો ચાનો સ્વાદ પૂરો પાડશે.”

ડાબર વેદિક ટીમાં તુલસી, આદુ, તજ વગેરે જેવી આયુર્વેદિક જડીબુટ્ટીઓ સમાવિષ્ટ છે જે ચાની પત્તી સાથે સ્પષ્ટ રીતે દેખાય છે અને તેમાં કોઈ ફ્લેવર ઉમેરવામાં આવી નથી. શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે “આ સંપૂર્ણ મિશ્રણ ‘શરીરને ફરીથી ઊર્જા આપે છે’, ‘તણાવ દૂર કરે છે’ અને ‘રોગપ્રતિકારક શક્તિ વધારે છે’, જે ગ્રાહકોને 3 મુખ્ય સ્વાસ્થ્ય લાભો આપે છે.”

ડાબર વેદિક ટી જે ભારતના પોતાના ઈ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટ પર લોન્ચ થઈ છે તે ત્રણ એસકેયુમાં ઉપલબ્ધ થશે, 100 ગ્રામના રૂ. 60, 250 ગ્રામના રૂ. 150 અને 500 ગ્રામના રૂ. 295.

કંચન મિશ્રા, વરિષ્ઠ નિયામક, કન્ઝ્યુમેબલ્સ (FMCG), હોમ એન્ડ જનરલ મર્ચેન્ડાઇઝ, ફ્લિપકાર્ટએ જણાવ્યું હતું કે: “અમે, ફ્લિપકાર્ટ પર શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ્સ ઓફર કરવા માટે સતત પ્રયત્નશીલ છીએ. અમારા નવા જમાનાના ખરીદદારો અને તેમની સભાન જીવનશૈલી પસંદગીઓને પૂરી કરવા માટે, અમે ડાબર સાથે ભાગીદારી કરી છે, જે ઘરેઘરે જાણીતું નામ છે,

જે શ્રેષ્ઠ કિંમતે ઉચ્ચ ગુણવત્તાની કુદરતી ઉત્પાદનોનો પર્યાય છે. અમારા લાખો ગ્રાહકો માટે ડાબર સાથે સારા અને સ્વાસ્થ્યની આ સફર શરૂ કરવામાં અમને આનંદ થાય છે. ફ્લિપકાર્ટ પર વેદિક ટી સાથે ડાબરના ચાના પોર્ટફોલિયોનું વિસ્તરણ અમારા ખરીદદારો માટે વૈવિધ્યને વધુ વધારશે અને આયુર્વેદની સંપૂર્ણ નવી દુનિયા અને તેના ફાયદાઓને જીવંત કરશે.”

આ પ્રસંગે ડાબર ઈન્ડિયા લિમિટેડના ઈ-કોમર્સ અને મોર્ડન ટ્રેડ બિઝનેસ હેડ શ્રી સ્મેર્થ  ખન્નાએ જણાવ્યું હતું કે: “ઈ-કોમર્સ અમારા માટે એક કેન્દ્રિત ચેનલ છે, ખાસ કરીને જ્યારે ગ્રાહકો માટે ઈનોવેશન લાવવાની વાત હોય. ગુણવત્તાને ધ્યાનમાં રાખતાં અને ઝડપી અમલીકરણ સાથે અમે ડાબર વેદિક ટીના રૂપમાં ચાની પ્રિમિયમ પત્તીથી બનેલી એક એવી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ જે દરેક ભારતીય પરિવારનો અભિન્ન ભાગ છે.

અમારા સૌથી વ્યૂહાત્મક ભાગીદારો પૈકીના એક, ફ્લિપકાર્ટ સાથે આ પ્રોડક્ટને લૉન્ચ કરવાથી ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. ડાબર અને ફ્લિપકાર્ટ બંને ટીમોએ વેલ્યુ-એડેડ ટી કેટેગરીમાં ઉભરતા વલણોને સમજવા માટે નજીકથી કામ કર્યું છે અને હું માનું છું કે વેદિક ચા અમારા ખરીદદારોને ખૂબ જ પસંદ આવશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.