Western Times News

Gujarati News

ટ્રેનની જનરલ ટિકિટનું બુકિંગ હવે ખાનગી કંપનીઓ કરશે

નવીદિલ્હી, ભારતીય રેલવેએ નોર્થ ઈસ્ટર્ન રેલવેના ૫૨ સ્ટેશનો પર નવી વ્યવસ્થા શરૂ કરી છે. આ અંતર્ગત હવે જનરલ ટિકિટ બુકિંગ ખાનગી કર્મચારીઓ કરશે. આવી સ્થિતિમાં, ભારતીય રેલ્વે હવે જનરલ ટિકિટનું વેચાણ આઉટસોર્સ માધ્યમથી એટલે કે ખાનગી કર્મચારીઓ દ્વારા કરશે.

રેલવે પ્રશાસને તમામ દ્ગજીય્-૫ અને દ્ગજીય્-૬ કેટેગરી (નોન-સબર્બન ગ્રુપ) ના તમામ સ્ટેશનો પર સ્ટેશન ટિકિટ બુકિંગ એજન્ટ રાખવાની પ્રક્રિયા શરૂ કરી છે.જણાવી દઈએ કે ભારતીય રેલ્વેમાં ખાનગી ટ્રેનોના સંચાલન બાદ કેન્દ્ર સરકાર હવે લોકલ ટિકિટના વેચાણનું કામ ખાનગી કર્મચારીઓને સોંપી રહી છે. તો ખાલી રહેલી જગ્યાઓ સોંપીને, હવે રેલ્વે ઘણા કામો આઉટસોર્સ દ્વારા કરાવશે.

આમાં જનરલ ટિકિટના વેચાણનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવે જનરલ ટિકિટ બુકિંગ કરવા માટે જંક્શન પર સ્ટેશન ટિકિટ બુકિંગ એજન્ટ મતલબ કે જંકશનના તૈનાત હશે. મતલબ કે ટિકિટ કાઉન્ટર પણ હવે ખાનગી હાથમાં રહેશે.

હાલ્ટ અને નાના સ્ટેશનોની જેમ જંક્શન પર પણ ખાનગી કર્મચારીઓ કમિશનના આધારે રેલવે જનરલ ટિકિટ વેચશે. નોર્થ ઈસ્ટર્ન રેલવેના સીપીઆરઓ પંજક કુમાર સિંહે જણાવ્યું કે નવી વ્યવસ્થા હેઠળ વારાણસી ડિવિઝનલ એડમિનિસ્ટ્રેશને દ્ગજીય્-૫ અને ૬ કેટેગરીના ૩૧ સ્ટેશનો અને જંક્શન પર ૪૧ જી્‌મ્છ મૂકવાની પ્રક્રિયા લગભગ પૂરી કરી લીધી છે.

એ જ રીતે, લખનઉ મંડળ એડમિનિસ્ટ્રેશને ગોરખપુર, કેન્ટ, સહજનવાન, પીપીગંજ, મગહર, બૃજમનગંજ, શોહરતગઢ અને લક્ષ્મીપુર સહિત ૫૨ સ્ટેશનો પર જી્‌મ્છ તૈનાત કરવા માટે ટેન્ડરો બહાર પાડ્યા છે.

આ વ્યવસ્થાથી મુસાફરોને સુવિધા મળશે. રેલવે કર્મચારીઓની મનમાની ચાલશે નહીં. સાથે જ મુસાફરોને સમયસર ટિકિટ મળશે. વાસ્તવમાં માનવ સંસાધનના નામે કરવામાં આવતા રેલવેના ખર્ચમાં પણ ઘટાડો થશે.

માહિતી અનુસાર, ભારતીય રેલ્વેના કુલ ખર્ચના ૬૭ ટકા માનવ સંસાધનોમાં જાય છે. રેલવે બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, ખર્ચ ઘટાડવા માટે, રેલ્વે પ્રશાસન અન્ય સ્થળોએ ઓછી કાર્ય વાળા પોસ્ટ પર તૈનાત કર્મચારીઓને બીજા કાર્યસ્થળો પર સમાવશે અને ખાલી જગ્યાઓને સોંપી અને જરૂરી કામ આઉટસોર્સથી પૂર્ણ કરશે.

ગોરખપુર સહિતના મુખ્ય સ્ટેશનોના ઈન્કવાયરી કાઉન્ટર અને જાહેરાત સિસ્ટમ પણ ખાનગી હાથમાં સોંપવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે, નોર્થ ઈસ્ટર્ન રેલવે એડમિનિસ્ટ્રેશને ગોરખપુર અને લખનઉ સહિત લગભગ ૩૭ સ્ટેશનો પર યાત્રી ટિકિટ સુવિધા કેન્દ્રો ખોલવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.આ કેન્દ્રો પરથી આરક્ષિત અને અનરિઝર્વ્ડ બંને ટિકિટ બુક કરાવી શકાશે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.