Western Times News

Gujarati News

સેકન્ડરી શેર માર્કેટમાં ASBA લાગુ કરવાની SEBIની તૈયારીઃ બેંકમાં નાણાં IPOની જેમ બ્લોક થશે

પ્રતિકાત્મક

સેકન્ડરી માર્કેટમાં લેવડદેવડ માટે ‘એપ્લીકેશન સ્પોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ’ (ASBA) જેવી વ્યવસ્થા શરુ કરવાની દિશામાં કામકાજ કરી રહી છે.

ટ્રેડીંગની રકમ ઇન્વેસ્ટરના ખાતામાં માત્ર ‘બ્લોક’ જ કરવાની સેબીની વિચારણા : સેટલમેન્ટ સરળ બનાવવાનો ઉદ્દેશ

મુંબઈ, શેરબજારમાં રોકાણકારોને ટ્રેડીંગના નિયમો પણ આસાન કરવાની દિશામાં સેબી વિચારણા કરી રહી છે. આઈપીઓમાં જેમ ઇન્વેસ્ટરોના બેન્ક ખાતામાં નાણા બ્લોક થાય છે તેવી જ રીતે ટ્રેડીંગમાં પણ નાણા એડવાન્સમાં જમા કરાવવાના બદલે બેન્ક ખાતામાં જ બ્લોક કરવાની નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. The SEBI is considering development of new payment infrastructure for the secondary stock market on the lines of the infrastructure for application in an initial public offering.

શેરબજારના નિયમનકાર સેબીના ચેરપર્સન માધવી પૂરી બુચે જણાવ્યું કે શેરબજારોમાં ટ્રેડીંગ માટેનાં નાણા પણ ઇન્વેસ્ટરોનાં બેન્ક ખાતામાં જ બ્લોક રાખવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.

શેરબજારનું બીજા દિવસનું સેટલમેન્ટ સરળ બની શકે તેવા ઉદ્દેશ્ય સાથે આ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. સેક્ધડરી માર્કેટમાં લેવડદેવડ માટે ‘એપ્લીકેશન સ્પોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ’ (ASBA) જેવી વ્યવસ્થા શરુ કરવાની દિશામાં કામકાજ કરી રહી છે.

તેઓેએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે પ્રાયમરી માર્કેટ-આઈપીઓમાં અરજી કરનાર રોકાણકારોના નાણા શેર લાગવાનો સંજોગોમાં જ બેન્કમાંથી ઉપાડવામાં આવે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ‘આસ્બા’ વ્યવસ્થા હેઠળ ઇન્વેસ્ટરના બેન્ક ખાતામાં જ તે બ્લોક રહેતા હોય છે. આ જ વ્યવસ્થા સેકન્ડરી માર્કેટમાં લાગુ પાડવાની વિચારણા છે. જે સંજોગોમાં માળખાગત ત્રુટીઓનો નિવેડો આવી શકશે.

ASBA વ્યવસ્થા લાગુ થવાના સંજોગોમાં ઇન્વેસ્ટરોને ઘણી રાહત અને સરળતા મળી શકે છે. નવા નિયમનો હેઠળ શેરબજારમાંથી શેરની ખરીદી કરનાર ઇન્વેસ્ટરને એડવાન્સમાં અથવા તાત્કાલીક નાણાની ચૂકવણી કરવાનું ફરજીયાત હોય છે. પરંતુ નવી વ્યવસ્થા હેઠળ આસ્બા પ્રણાલી મુજબ ઇન્વેસ્ટરના બેન્ક ખાતામાં પણ નાણા હોય તો તે બ્લોક કરાવીને ખરીદી કરવાની સગવડતા ઉભી થઇ શકશે.

શેરબજારમાં હજારો રોકાણકારો સીધા રોકાણને બદલે મ્યુચ્યુઅલ ફંડ મારફત રોકાણ કરતા હોય છે અને તેમાં એસઆઈપી તરફનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડીયાના રિપોર્ટમાં દર્શાવાયા પ્રમાણે ઓગસ્ટ મહિનામાં SIP મારફત 12693 કરોડ રુપિયાનું રોકાણ ઠલવાયું છે જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.

ગત મે મહિનાથી દર મહિને 12000 કરોડથી વધુનું રોકાણ આવી રહ્યું છે. જુલાઈમાં 1241 કરોડ, જુનમાં 12276 કરોડ તથા મે મહિનામાં 12286 કરોડનું રોકાણ આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.