Western Times News

Gujarati News

કેન્દ્રીય ચૂંટણીપંચના સભ્યો ગુજરાતની મુલાકાતે

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ,  ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થી માંડી મત ગણતરી થાય તે હેતુથી રાજ્ય ચૂંટણી પંચે કરેલી તૈયારીઓની સમીક્ષા કરવા માટે

આજથી બે દિવસ કેન્દ્રીય મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવકુમાર અને અનુપચંદ્ર પાંડે ૧૦ સિનિયર અધિકારીઓ સાથે ગાંધીનગર આવી પહોંચ્યા છે ત્યારે આજે સવાર થી ગાંધીનગરની હોટલ લીલા ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગેની વિવિધ બાબતોની સમીક્ષા હાથ ધરશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બરમાં યોજાય તેવી અટકણો વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચ ના મુખ્ય ચૂંટણી અધિકારી રાજકુમાર ના નેતૃત્વમાં ૧૦થી વધુ સિનિયર અધિકારીઓ બે દિવસ સુધી ગુજરાતના પ્રવાસે આવી ગયા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે મહિનામાં કેન્દ્રીય ચૂંટણી પંચ સતત ચોથી વખત ગુજરાતની મુલાકાતે છે

પરંતુ આ વખતે કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પોતાની ટીમ સાથે ગાંધીનગર આવી ગયા છે ત્યારે બે દિવસ દરમિયાન તેઓ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો ઉપરાંત તમામ જિલ્લા પોલીસ વડાઓ સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને તેની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરશે

આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી પંચ રાજકીય પક્ષો સાથે પણ અલગથી બેઠક કરશે જ્યારે મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો સહિતની તમામ બાબતોની રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરેલી તૈયારી અંગે પણ સમીક્ષા કરી વિશેષ માર્ગદર્શન આપશે ઉલ્લેખનીય છે કે પંચ આ વખતે ખર્ચ નિયંત્રણ ની બાબતમાં એરફોર્સમેન્ટ એજન્સીના અધિકારીઓ સાથે પણ બેઠક કરશે

તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે સાથે સાથે મતદારી યાદી નોંધણીના નવા નિયમો અમલી બનાવ્યા છે ત્યારે આ બાબતે પણ રાજ્ય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરશે સાથે સાથે મતદાર જાગૃતિ અભિયાન અંગે રાજ્ય ચૂંટણી દ્વારા કરેલી કામગીરીની વિશેષ સમીક્ષા પણ કરવામાં આવશે

તો બીજી તરફ સૂત્રો તરફથી એવી વિગતો બહાર આવી છે કે નાયબ ચૂંટણી અધિકારીઓ સાથે પણ કેન્દ્રીય ચૂંટણી પંચ અલગથી બેઠક કરશે અને સમગ્ર ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતા પાલનની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયાનું મોડીટરિંગ પણ અસરકારક બને તે માટે પણ કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી રાજકુમાર રાજ્ય ચૂંટણી પંચ સાથે મહત્વની બાબતો અંગે માર્ગદર્શન અને સૂચનાઓ આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.