Western Times News

Gujarati News

3 ઈડિયટમાં રણછોડદાસના પિતાની ભૂમિકા ભજવનાર અરૂણ બાલીનું નિધન

મુંબઈ,  અનેક ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં પોતાની એકટીંગથી લોકોના દિલ જીતી લેનાર એકટર અરુણ બાલીનું શુ્ક્રવારે સવારે 4.30 વાગ્યે નિધન થયું છે. Veteran actor #ArunBali passes away at the age of 79 years in Mumbai.

તેઓ અનેક દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચૂકયા હતા. અરુણ બાલી માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારીથી પીડિત હતા. આ એક ઓટોઈમ્યુન બીમારી છે જે નર્વ અને મસલ્સ વચ્ચે કોમ્યુનીકેશન ફેલ્યોના કારણે થાય છે.

3 ઈડિયટસ ફિલ્મમાં આમીર ખાને તેના મિત્રના નામ રણછોડદાસ ચાંચડ (રેન્ચો)ના નામે કોલેજમાં ભણતો હતો. તે મિત્ર રણછોડદાસ ચાંચડના પિતા તરીકે અરૂણ બાલીએ ભૂમિકા ભજવી હતી. તે કરોડપતિ પિતાની ભૂમિકામાં હતા.

અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલીવુડમાં શોકની લહેર ફેલાઈ છે. અનેક સેલીબ્રીટીઓ અને ફેન્સે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 90ના દાયકાથી અરુણ બાલીએ કારકિર્દીની શરૂઆત કરી હતી.

યલગાર, ખલનાયક, કેદારનાથ જેવી ફિલ્મો અને ‘ધ ગ્રેટ મરાઠા’, ‘શક્તિમાન’ જેવી સીરીયલોમાં તેમણે ભૂમિકા ભજવેલી

તેઓ રાજુ બન ગયા જેન્ટલમેન, ખલનાયક, જબ વી મેટ, ફુલ બને અંગારે અને છેલ્લે લાલસિંહ ચઢ્ઢા જેવી ફિલ્મો તેમજ નીમ કા પેડ, દસ્તૂર, ચાણકય, દેખ ભાઈ દેખ, ધી ગ્રેટ મરાઠા, શક્તિમાન, દેવો કે દેવ મહાદેવ જેવી લોકપ્રિય સિરિયલોમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.