Western Times News

Gujarati News

USAમાં કચ્છના ૨૦ વિદ્યાર્થીની હત્યા, રૂમમેટની ધરપકડ કરાઇ

વોશિંગ્ટન, વિદેશમાં વસતા ભારતીયોની હત્યાના બનાવો સતત વધી રહ્યાં છે. કેનેડા હોય કે અમેરિકા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો અને એમાંય ગુજરાતીઓ વસવાટ કરે છે. કોઈ ધંધાર્થે તો કોઈ અભ્યાસ માટે અહીં આવીને રહે છે. જાેકે, છેલ્લાં કેટલાંક સમયથી તેમની સુરક્ષાને લઈને સવાલ ઉઠી રહ્યાં છે. આજે ફરી એકવાર અમેરિકામાં ગુજરાતી વિદ્યાર્થીની હત્યાનો મામલો સામે આવ્યો છે.

અમેરિકાના ઇન્ડિયાના રાજ્યમાં ૨૦ વર્ષીય કચ્છ મૂળના વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે. ઈન્ડિયાના રાજ્યની પરડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ૨૦ વર્ષીય વિદ્યાર્થી વરુણ મનીષ છેડાની હોસ્ટેલમાં હત્યા કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, તેના કોરિયન રૂમમેટને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

હત્યાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસે બુધવારે જણાવ્યું હતું કે, વરુણ મનીષ છેડા કમ્પાઉન્ડની પશ્ચિમ બાજુના મેકકચિયન હોલમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. યુનિવર્સિટીના અન્ય એક વિદ્યાર્થીની હત્યાના આરોપમાં બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. સ્કૂલના પોલીસ વડાને ટાંકીને આ માહિતી આપી છે.

પરડ્યુ યુનિવર્સિટીના પોલીસ વડા લેસ્લી વિયેટે બુધવારે સવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરિયાના જુનિયર સાયબર સિક્યોરિટી ચીફ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી જી મીન જિમ્મી શાએ બુધવારે લગભગ ૧૨ઃ૪૫ વાગ્યે ૯૧૧ પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. જાે કે, કોલની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મેકકચિયન હોલના પહેલા માળે એક રૂમમાં બની હતી. બુધવારે ઘણા લોકોએ તેની ચીસો સાંભળી હતી. જણાવી દઈએ કે છેડા યુનિવર્સિટીમાં ડેટા સાયન્સનો અભ્યાસ કરતો હતો. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, છેડાનું મૃત્યુ ઘણી તીક્ષ્ણ આઘાતજનક ઇજાઓથી થયું હતું.

યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓ વરુણના મૃત્યુ પર શોક વ્યક્ત કરવા માટે એકઠા થયા હતા. છેડાના બાળપણના મિત્ર અરુણાભ સિન્હાએ જણાવ્યું કે છેડા મંગળવારે રાત્રે ઓનલાઈન ગેમ રમી રહ્યો હતો અને મિત્રો સાથે વાત કરી રહ્યો હતો.

અચાનક તેના રૂમમાંથી ચીસોનો અવાજ સંભળાયો. પોલીસ અધિકારી વિયેટે જણાવ્યું હતું કે ૨૨ વર્ષીય શાને ૯૧૧ પર કોલ કર્યાની મિનિટ પછી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.