Western Times News

Gujarati News

રાજ્યના ૧૦૨૪ સ્પેશિયલ એજ્યુકેટર્સને કાયમી ધોરણે પ્રા.શાળામાં સમાવવા કલેકટરને આવેદન

મુખ્યમંત્રીને સંબોધી આપેલ આવેદનમાં પોતાની માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

(પ્રતિનિધિ) વિજયનગર, વિજયનગર તાલુકાના ૧૪ સ્પેશિયલ એજ્યુકેટર્સ અને સાબરકાંઠાના ૫૯ સહિત રાજ્યના કુલ ૧૦૨૪ સ્પેશિયલ એજ્યુકેટરને કાયમી ધોરણે સરકારી પ્રા.શાળાઓમાં સમાવવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૮૦ હજાર જેટલા દિવ્યાંગોને આ સ્પેશિયલ એજ્યુકેટર્સ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.આ માંગણીઓ નહિ સંતોષાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી આપવામા આવી છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધી જિલ્લા કલેક્ટરને રજૂ કરાયેલ આ આવેદનપત્રમાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા એજ્યુકેટર્સ માટે સરકારને ખાસ વિનંતી કરવામાં આવી છે .એટલું જ નહીં પણ આ સ્પેશિયલ એજ્યુકેટર્સને જાે સરકારી પ્રાથમિક શાળામાં સમાવવા સહિતની માંગણી ન સંતોષાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લાના ૫૯ સહિત રાજ્યના ૧૦૨૪ સ્પેશિયલ એજ્યુકેટરને કાયમી ધોરણે શાળામાં સમાવી પગાર ભથ્થા સહિતના તમામ લાભો આપવાની માંગ સાથે સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તે મુખ્યમંત્રીને પહોંચાડવા અનુરોધ કર્યો છે. આગામી દિવસોમાં આંદોલન પર ઉતરવાની ચીમકી આપી છે.

આવેદનપત્રમાં રજૂઆત મુજબ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અપંગ, બહેરા મૂંગા જેવા ખોડ- ખાંપણવાળા લોકો માટે આરપીડબ્લ્યુ -ડી ૨૦૧૬ જેવો કાયદો લાવ્યા, જેના થકી આવા વ્યક્તિઓને દિવ્યાંગ તરીકેનું ગૌરવ મળ્યું. દિવ્યાંગો પ્રત્યે ખૂબ જ લાગણીશીલ અમે દિવ્યાંગો માટે હર હંમેશ ચિંતા કરતા, દિવ્યાંગો સમાજમાં માનભેર જીવી શકે તે માટે કાર્યરત રહેતા વડાપ્રધાન દ્વારા સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત, ખેલ મહાકુંભ, સ્પેશિયલ ઓલમ્પિક જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા.

જેમાં ગુજરાત સરકાર હર હંમેશ અગ્રેસર રહી છે. પરંતુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપતા ૧૦૨૪ સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણૂક કરવાની બાબતમાં છેલ્લા સાત વર્ષથી ગુજરાત સરકાર ના રાજ્યપાલ, મુખ્ય મંત્રી, સંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ લાગુ પડતા તમામ વિભાગોમાં, વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી હકારાત્મક અભિગમ સાથે જવાબ મળ્યો નથી કે કોઈપણ પ્રકારનું પરિણામ પણ મળ્યું નથી.

દિવ્યાંગ બાળકોના શિક્ષણ અને પુનર્વસન માટે વિશિષ્ટ શિક્ષક સંઘ દુઃખની લાગણીની અનુભૂતિ કરે છે કે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ૩ મુખ્યમંત્રી, બે શિક્ષણ મંત્રી સત્તા પર આવ્યા પરંતુ સ્પેશિયલ એજ્યુકેટરના પડતર પ્રશ્નોનું નિરાકરણ હજુ સુધી લાવી શક્યા નથી.

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં દિવ્યાંગ બાળકોને કાયમી ધોરણે સ્પેશિયલ એજ્યુકેટરની નિમણૂક કરવાનું જણાવેલ છે અને શિક્ષણ મંત્રાલય ભારત સરકારનો ગેઝેટ ૨૧/૦૯/૨૦૨૨ મુજબ દરે.ક શાળામાં સ્પેશ્યલ એજ્યુકેટરની નિમણુંક કરવા જણાવેલ છે અને શિક્ષણ મંત્રાલ્ય ભારત સરકાર નો ગેઝેટ ૨૧/૦૯/૨૦૨૨ મુજબ દરેક શાળા માં સ્પે એજયુકેટર ની નિમ્નુક કરવાનું જણાવેલ છે તો ગુજરાત રાજય ની સરકારી પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા અંદાજે ૮૦૦૦૦ થી વધુ દિવ્યાંગ બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે ગુજરાત રાજ્ય વતી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.