Western Times News

Gujarati News

વિજયનગરના ધોલવાણી રેન્જમાં વન્ય જીવ સપ્તાહ ઉજવણીનું સમાપન

(પ્રતિનિધિ) વિજયનગર, વિજયનગર તાલુકામાં આજે ધોલવાણી રેન્જમાં વન્ય જીવ સપ્તાહ ઉજવણીનું સમાપન કરવામા આવ્યું હતું.તા.બીજી ઓક્ટોબરે આરંભાયેલ આ ઉજવણી ઇ આજરોજ પૂર્ણાહુતિ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જ્યેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

જંગલ અને જંગલમાં રહેતા નાના—મોટા વન્યજીવોથી સર્જાતી ઈકો સિસ્ટમમાં મનુષ્યનું સહ જીવન સંકળાયેલ છે. કોઈપણ વન્યજીવોને અથવા જંગલોને નુકશાન થવાથી સમગ્ર ઈકો સિસ્ટમ જાેખમાય છે.

આમ પ્રકૃતિની સમતુલા જાળવી રાખવામાં વન અને વન્યજીવોનું સ્થાન અતિ મહત્વનું હોઈ આ અંગેની લોકોમાં જાગૃતી લાવવાના આશયથી દર વર્ષે આ સપ્તાહ ઉજવણીને લોકોને એ માટે જાગૃતિ લાવવા પ્રયાસ કરવાના ભાગરૂપે યોજાયેલ આ સપ્તાહ દરમિયા લોકોને વન અને વનમાં રહેતા વન્યજીવોનું મહત્વ સમજાવી તેનું રક્ષણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

જેમાં અંતર્ગત ધોલવાણી રેન્જના વનકર્મચારી અધિકારી ધ્વારા ભાંખરા, વિરેશ્વર, ખેરવાડા, ખારીબેડી, નવાભગા, ભાંભુડી ગામની પ્રાથમિક શાળાઓમાં ચિત્રસ્પર્ધા, વકૃત્વસ્પર્ધાનું આયોજન કરી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી સંપન્ન કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.