Western Times News

Gujarati News

ઉત્તર ડાંગ વન વિભાગ હસ્તકની વિવિધ રેંજ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ

(ડાંગ માહિતી ): આહવાઃ રાજયમા વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનના ઉમદા હેતુસર દર વર્ષે ૨ ઓક્ટોબર થી ૮ ઓક્ટોબર એક સપ્તાહ સુધીના સમયગાળા દરમ્યાન ‘વન્યપ્રાણી સપ્તાહ’ ની ઉજવણી કરવામા આવી રહી છે.

ડાંગ જિલ્લો જંગલોથી ગીચતા તેમજ જંગલમાં વિવિધ વન્યપ્રાણીઓ તથા પક્ષીઓ વસવાટ કરે છે. આ વર્ષે પણ ડાંગ ઉત્તર વન વિભાગ હેઠળની વિવિધ રેંજાે દ્વારા વન્યપ્રાણી સપ્તાહ–૨૦૨૨ નુ આયોજન ગ્રામ્ય, તાલુકા તેમજ જિલ્લા લેવલે કરવામા આવેલ છે.

જેમા વન્યપ્રાણી સંરક્ષણ અને સંવર્ધન અર્થે બાઈક રેલી ચિત્ર સ્પર્ધા, લોક જાગૃતિ રેલી, વન ગુના અટકાવવા માટે બેનર પ્રદર્શન, ડોક્યુમેન્ટરી મુવી, પ્રશ્નોત્તરી સ્પર્ધા, વન્યજીવો અંગે માર્ગદર્શન, નિંબધ સ્પર્ધા, વન્યપ્રાણી સંલગ્ન ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ સમુદાયને કાયદાકીય જાણકારી આપવી જેવા વગેરે વિવિધ વિષયો પર આયોજન મુજબ ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી રહી છે.

જે કાર્યક્રમોમા અંદાજિત ૨૨૧૩ જેટલા કર્મચારી/વ્યક્તિઓ ભાગ લઈ રહ્યા છે. તથા ડાંગના લોકોને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ અંગેનુ માર્ગદર્શન તથા વન્યપ્રાણીના ગુના ન બને તે માટે માહીતગાર કરવા અંગેના ગ્રામ્ય/તાલુકા/જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો કરવામા આવી રહ્યા છે.

વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ નિમિત્તે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક, શ્રી ડી.એન.રબારી દ્વારા વન્યપ્રાણી સપ્તાહ નિમિત્તે વન્યપ્રાણીઓનુ જતન, સંરક્ષણ કરવુ તેમજ શિકારી પ્રવૃત્તિ ન કરવાનો સંકલ્પ લેવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.

વન્યપ્રાણી સપ્તાહ ડાંગ જિલ્લા તાલુકા કક્ષાનો પ્રોગ્રામ લવચાલી ખાતે તેમજ જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ સુબીર ખાતે આયોજિત કરવામા આવેલ હતો. જેમા ડાંગ જિલ્લાના વિવિધ પદાધિકારીઓ/અધિકારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.