Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે ૧.૬ર કરોડ સહેલાણીઓ આવ્યા

જમ્મુ, જાન્યુઆરી ર૦રરથી અત્યાર સુધીમાં લગભગ ૧.૬ર કરોડ પ્રવાસીઓ જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ સરકારે ગુરુવારે આ માહિતી આપી. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ જમ્મુ અને કાશ્મીરી સરકારના સુચના અને જનસંપર્ક નિર્દેશાલયે કહયું કે આ વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રવાસીઓની સંખ્યા ભારતની આઝાદી પછી સૌથી વધુ છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાનની અમીતભાઈ શાહે શ્રીનગરમાં આશરે રૂા. ર હજાર કરોડની કિમતની ર૪૦ વિકાસ યોજનાઓનું ઉદંઘાટન અને શીલાન્યાસ કર્યાના એક દિવવસ બાદ આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે. લગભગ ત્રણ દાયકા બાદ કાશ્મીર ફરી લાખો પ્રવાસીઓને આકર્ષી રહયું છે. પ્રવાસન અધિકારઓનું કહેવું છે કે આ કાશ્મીર પર્યટનના સુવર્ણ યુગમાં પરત ફરવાનું છે.

આ વર્ષે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેતા પ્રવાસીઓની રેકોર્ડ સ્ખ્યા કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયેલા સમગ્ર વિવકાસ અને પરીવર્તનની સાક્ષી આપે છે. જમ્મુ અને કાશ્મીરમાં પર્યટન અને રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત છે. અને જાન્યુઆરી ર૦રર થી અત્યાર સુધીમાં ૧.૬ર કરોડ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી છે, જે આઝાદીના ૭પ વર્ષમાં સૌથી વધુ છે.

જમ્મુ અને કાશ્મીર ખીણ સહીત પુંછ રાજાૈરીના વિવિધવ વિસ્તારોમાં પર્યટનથી મહત્તમ રોજગારી સર્જાઈ છે. છેલ્લા ૭૦ વર્ષથી લોકો જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય ફલાઈટની માંગ કરી રહયા હતા. આ માંગને પુર્ણ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રીનગરથી શારજાહેની સીધી ફલાઈટ શરૂ કરી.

અગાઉ શ્રીનગર અને જમ્મુથી નાઈટ ફલાઈટ ન હતી પરંતુ હવે જમ્મુમાં માટે રાત્રે પણ ફલાઈટઠ ઉપલબ્ધ છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટઠે અન્ય ઘણા મોડલ અને યોજનાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જમ્મુ અને કાશ્મીરમાં ૭પ ઓફબીટ પ્રવાસન સ્થળો પણ વિકસાવવામાં આવી રહયા છે.

આ વર્ષના પ્રથમ આઠ મહીનામાં ૩.૬પ લાખ અમરનાથ યાતરીઓ સહીત ર૦.પ લાખ પ્રવાસીઓએ રેકોોર્ડ બ્રેક કાશ્મીરની મુલાકાત લીધી હતી. પહેલગામ ગુલામા અને સોનમર્ગ જેવા પ્રવાસન સ્થળો, તેમજ શ્રીનગરમાં હોટલ અને ગેસ્ટહાઉસમાં ૧૦૦ ટકા બુકીગ જાેવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.