Western Times News

Gujarati News

દાહોદ શહેર સહિત જિલ્લામાં જશ્ને ઈદે મિલાદુન નબી પર્વની ધામધુમ પુર્વક ઉજવણી

(પ્રતિનિધિ)દાહોદ, હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ એટલે કે ઈદે મિલાદ ઉન નબીના પાવન અવસર નિમિત્તે સમગ્ર વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે દાહોદ,ઝાલોદ અને દે.બારીયા નગરના મુસ્લીમ બિરાદરો દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં ભવ્ય જુલુસનું આયોજન કરી બાળકોને ચોકલેટ બિસ્કિટ કેડબરી વહેંચી પરંપરાગત રીતિરિવાજ મુજબ ઇદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવી હતી.

હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરવામાં આવે છે હઝરત પયગંબર સાહેબનો જન્મ મક્કા શહેરમાં વર્ષ ૫૭૧ માં ૧૨ મી તારીખના રોજ થયો હતો તેમના પિતાનું નામ હજરત અબ્દુલ્લા અને માતાનું નામ બીબી આમેના હતું. હઝરત પયગંબર સાહેબને અલ્લાહના છેલ્લા મેસેન્જર અને મહાન પ્રબોધક માનવામાં આવે છે. હજરત પયગંબર સાહેબના જન્મ દિવસની સમગ્ર વિશ્વમાં મુસ્લીમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છેે.

દાહોદ,ઝાલોદ અને દે.બારીયા નગરમાં પણ દર વર્ષે પરંપરાગત રીતે રિવાજ મુજબ ઝુલુસનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગતએ આજ રોજ દાહોદ નગરમાં પણ વિવિધ વિસ્તારમાં જુલૂસ કાઢવામાં આવ્યું હતુંં. દે.બારીયા નગરમાં ભેદરવાજા થી જામા મસ્જિદ થઈ નગરના વિવિધ વિસ્તારમાં થઈ જુલૂસ કાઢવામાં આવ્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.