Western Times News

Gujarati News

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને વલસાડમાં વિશાળ જાહેર સભાને સંબોધિત કરી

(પ્રતિનિધી)ધરમપુર, ધરમપુર લાલડુંગરી કોલેજના પાછળના મેદાનમાં આમ આદમી પાર્ટીની ૧ વાગે યોજાનારી સભામાં સવારથીજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં ટોળે ટોળા સભા સ્થાને જતા દ્રશ્યમાન થયા હતા જાેકે ૧.૪૫ના સમયે દિલ્લીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબ મુખ્ય મંત્રી ભગવત માન આવે તે પહેલાં સભા મંડપ પૂર્ણ રૂપે ભરાઈ જઈ સભા મંડપની બહાર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. સભામંડપમાં હાજરી જાેઈ કેજરીવાલ જાેશમાં આવી ગયા હતાં. અને પોતાના વકતવ્યમાં સરકાર પર વિવિધ આક્ષેપો કર્યા હતાં.

તેમણે વિશાળ જન મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાના ૨૦૧૫ થી જેટલા પણ પેપરો ફૂટ્યા છે. જેની ફરથી તપાસ કરી પેપર ફોડનારા ૧૦ વર્ષની સજા આપવામા આવશે. દાખલા કે રેશન કાર્ડમા નામો દાખલ કરવા સહિતના કામો માટે કચેરીએ જવાની જરૂર નથી.ઘર બેઠા થઈ જશે, ગુજરાતમા મારા વિરુધ્ધ લાગેલા પોસ્ટરની બાજુમા લખવામા આવેલા ભગવાન વિરુધ્ધ અપમાન જનક શબ્દોના લઇને હું ખુબજ દુઃખી છૂ. તેમણે ઉમર્યું હતું કે, શ્રી ક્રૂષ્ણ ભગવાનના પણ મારી પર ઘણા આશીર્વાદ છેં.

જેથી કંસ અને રાક્ષસોંનો સફાયો કરવાનો છે કેજરીવાલે દિલ્હી અને પંજાબની માફક ૧ માર્ચથી વીજળીના શૂન્ય વીજબીલની વાત પણ કરી હતી. તેમણે મહિલાઓ અને બેરોજગારો તથા ખેડૂતો માટે પણ પોતાની યોજના જણાવી હતી. તેમણે સર્વેમા કોંગ્રસની ગુજરાતમાં બેઠક ૧૦ બતાવેછે .અને જે પણ ભાજપમાં જાેડાઈ જશે, જેથી વોટ આપી મત ન બગાડવો એવો અનુરોધ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ પણ ભાજપના નેતાઓની આ ભીડ જાેઈને ઊંઘ ઊડી ગઈ છે. એમ જણાવ્યું હતું.

વલસાડમાં આયોજિત વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જાેઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને ‘આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.