Western Times News

Gujarati News

ભરૂચ પાલિકાના પૂર્વ નગરસેવકની કાર રોકી માર મારી લૂંટ કરવાના બનાવમાં પોલીસે બે ની અટકાયત કરી

(પ્રતિનિધી) ભરૂચ, અંકલેશ્વરમાં સામ્રાજય સોસાયટી નજીક ૧૬ મી સપ્ટેમ્બરના રોજ અગાઉની રિષ રાખીને ભરૂચ નગપાલિકાના પૂર્વ નગરસેવક મનહર પરમારની કાર આંતરી હથોળી વડે કર્યો હુમલો કરી ફરાર થઈ જનાર ૪ ઈસમો પૈકી ૨ ઈસમોને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય બે ને ઝડપી પાડવાની કવાયત હાથધરી હતી.

ભરૂચ નગરપાલિકા વોર્ડ ૮ ના પૂર્વ નગરસેવક મનહર પરમાર ગત ૧૬ મી સપ્ટેમ્બરને શુક્રવારની રાત્રીના સમયે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ગાર્ડન સિટી ખાતે તેમના મિત્રને મળવા માટે ગયા હતા.ત્યાર બાદ તેઓ મોડી રાત્રીના ઘર તરફ પરત ફરતા હતા.તે દરમ્યાન અંકલેશ્વરની સામ્રાજ્ય સોસાયટી પાસે એક ફોર વ્હીલર કાર તેમની કાર આગળ આવી ઉભી રહી ગઈ હતી અને કાર માંથી અમિત ગોહિલ તેમજ વિશાલ ગોહિલ સહિત અન્ય બે ઈસમોએ ઉતરી આવી મનહર પરમારને તેમની ગાડી માંથી બહાર ખેંચી ગયા હતા.

હુમલાખોરોએ તેઓના હાથમાં રહેલી હથોડી વડે મનહર પરમારની આંખના ભાગે,ડાબા ગાલ પર તથા અન્ય ઈસમોએ શરીરના ભાગે ઢીકાપાટુનો માર મારી અપ શબ્દો બોલી મનહર પરમાર પાસે રહેલા ૫૦ હજારની રોકડ રકમ સહિત તેઓએ પહેરેલ ૨ લાખની કિંમતની સોનાની ચેઈન લૂંટી લીધી હતી.જાેકે સ્થળ પર ઘટનાના પગલે લોક ટોળા ભેગા થઈ જતા હુમલાખોરો કાર લઈ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

જાે કે હુમલો કરવા પાછળ સંદીપ નામના ઈસમ સાથે અમિત ગોહિલની કોઈ બાબતે બોલાચાલી થયેલી હતી.જે બાદ મનહર પરમારે ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકે સંદીપને સાથે રાખી ફરિયાદ આપી હતી.જે અંગેની અદાવત રાખી તેઓ ઉપર આ હુમલો થયો હોવાનું અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદ અંગે તપાસ અંકલેશ્વર શહેર પોલીસે તપાસ શરૂ કરી ઘટનાના ૨૪ દિવસ બાદ હુમલામાં સંડોવાયેલા જૂની વાડી વસંત મિલની ચાલ ખાતે રહેતા અમિત રામજી ગોહિલ અને તેને સાથ આપનાર મૂળ યુપીનો અને ભરૂચમાં અનેક ગુનાઓ આચરનાર હાલ ભરૂચ ઝાડેશ્વર શ્રીજી સદન ખાતે રહેતા રાહુલ નાનકસિંહ ખંડેલવાલાને ઝડપી પાડ્યા હતા.જ્યારે વિશાલ ગોહિલ અને અન્ય એક ઈસમ હજી ફરાર હોવાથી પોલીસે તેને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.