Western Times News

Gujarati News

8 થી 13 વર્ષના બાળકો ‘ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ’માં ભાગ લઈ શકશે

રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જન જાતિના બાળકો માટે ૧૦ દિવસનો વિનામૂલ્યે ‘ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ’ જૂનાગઢ ખાતે નવેમ્બર-૨૦૨૨માં યોજાશે

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જન જાતિના ૦૮ થી ૧૩  વર્ષની વયમર્યાદા ધરાવતા બાળકો વધુ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિઓ ખીલે તેવા આશયથી રાજય સરકારના ખર્ચે ૧૦ દિવસના ‘ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્સ’નું આગામી નવેમ્બર-૨૦૨૨માં જૂનાગઢ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં માત્ર અનુસૂચિત જન જાતિના યુવક-યુવતીઓ કે જેઓ તા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ૦૮ થી ૧૩ વર્ષની વયમર્યાદા ધરાવતા હોય અને આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓએ જરૂરી વિગતો અને પુરાવા સાથે પોતાની અરજી જિલ્લા રમત-ગમત અધિકારી જૂનાગઢ, બહુમાળી ભવન, બ્લોક નં-૧, ત્રીજો માળ, સરદાર બાગ, જૂનગાઢ- પીન નં. ૩૬૨૦૦૧ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે.

આ કોર્સમાં ભાગ લેવા ઈચ્છૂક અરજદારોએ પુરૂ નામ, સરનામું, આધાર કાર્ડ/ચુંટણી કાર્ડ/શૈક્ષણિક સંસ્થાનું ફોટા સાથેનું ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/લાઇટબીલ/ગેસબીલ/ટેલીફોન બીલની પ્રમાણીત નકલ તેમજ જન્મ તારીખના પુરાવા તરીકે શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, શૈક્ષણિક લાયકાત-વ્યવસાય અંગેની માહિતી અચૂક સામેલ કરવાની રહેશે.

અરજદારે પર્વતારોહણ, એન.એ.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ, હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તો તેની વિગત પણ આપવાની રહેશે. આ સાથે વાલીનો સંમતીપત્ર અને શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોકટરનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ અનુસૂચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહી. પસંદગી સમિતિ યોગ્યતા ધરાવતા ૧૦૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.