Western Times News

Gujarati News

ચીનમાં કોરોના કેસમાં થયો ત્રણ ગણો વધારો: ફરી પ્રતિબંધો લગાવાયા

બીજીંગ, દુનિયાભરમાં ભલે કોરોનાનો પડછાયો થોડો ઓછો થયો હોય, પરંતુ ચીન હજુ પણ કડક પ્રતિબંધોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ચીનમાં રજાઓના કારણે કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે અને તેના કારણે ફરીથી કડક પ્રતિબંધો પાછા ફર્યા છે.

આવતા અઠવાડિયે બેઈજિંગમાં કમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક છે.તાજેતરના પ્રતિબંધો ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના ફેન્યાંગ શહેરમાં સોમવારે શરૂ થયા હતા.

ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, સમગ્ર શહેરમાં ટેસ્ટિંગમાં કોરોનાના કેસમાં વધારો જાેવા મળ્યો હતો. પડોશી આંતરિક મંગોલિયા ક્ષેત્રની રાજધાની હોહોટમાં વાહનો અને બહારથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આજથી એટલે કે મંગળવારથી લાગુ થશે.

છેલ્લા ૧૨ દિવસમાં હોહોટમાં ૨ હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. ચીન વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે હજુ પણ કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે.

સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી કોરોના સંક્રમણને લઈને ખૂબ જ ચિંતિત છે. તેનું કારણ રવિવારે યોજાનારી પાર્ટીની મહત્વની બેઠક છે. આ બેઠક ૫ વર્ષમાં એકવાર યોજાય છે અને તેમાં પાર્ટી દેશની સામે પોતાની સારી છબિ રજૂ કરવા માંગે છે.

૧ ઓક્ટોબર એ ચીનનો વાર્ષિક રાષ્ટ્રીય દિવસ હતો. આ પ્રસંગે પણ પ્રશાસને લોકોને શહેર અને રાજ્યમાંથી બહાર ન નીકળવાની સૂચના આપી હતી. આ હોવા છતાં, દૈનિક કેસોની સંખ્યા ૬૦૦ થી વધીને ૧૮૦૦ થઈ ગઈ છે. નેતાઓ કોમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વની કોંગ્રેસ પર કોઈ મોટા સંક્રમણનો પડછાયો પડવા દેવા માંગતા નથી, પરંતુ શૂન્ય કોવિડની કડક નીતિ અર્થતંત્ર પર અસર કરી રહી છે.

પ્રતિબંધના કારણે નાના વેપારીઓ અને હંગામી કામદારોની મુશ્કેલીઓ વધી છે. ચીનની મોટાભાગની વસ્તીનું માનવું છે કે કમ્યુનિસ્ટ પાર્ટીની બેઠક બાદ સરકારની મહામારી નીતિમાં ફેરફાર થશે. સમગ્ર ચીનમાંથી સંક્રમણ વધવાના અહેવાલો આવી રહ્યા છે. તેમાંથી ઈનર મંગોલિયા અને ફાર વેસ્ટ શિનજિયાંગ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં દરરોજ સેંકડો કોરોના સંક્રમિત કેસ આવી રહ્યા છે.

ચીનની રાજધાની શાંઘાઈના લોકો આ વર્ષની શરૂઆતથી જ કડક લોકડાઉનનો સામનો કરી રહ્યા છે. અહીં ધીમે ધીમે પરંતુ સતત કેસ આવી રહ્યા છે.

ગયા અઠવાડિયે, શાંઘાઈએ પણ સિનેમા અને મનોરંજન સ્થળો બંધ કરવાનો ર્નિણય લીધો હતો.ચીની નાગરિકો માટે એક અઠવાડિયાના ફ્રી વાયરસ ટેસ્ટ માટે લાઈનમાં ઊભા રહેવું એ સામાન્ય બાબત બની ગઈ છે. બેઇજિંગ અને અન્ય શહેરોમાં પાર્ક, ઓફિસ બિલ્ડીંગ, દુકાનો અને અન્ય જાહેર સ્થળોએ પ્રવેશવા માટે ૭૨ કલાકની અંદર નકારાત્મક કોરોના પરિણામ જરૂરી છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.