Western Times News

Gujarati News

વલસાડ જીલ્લામાં તોલમાપ વિભાગનો સપાટોઃ ૮૨ એકમોને રૂા.૧.૯ લાખનો દંડ

(પ્રતિનિધિ) વલસાડ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી વલસાડ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯, ધી લીગલ મેટ્રોલોજી (પેકેજ કોમોડીટીસ) રૂલ્સ – ૨૦૧૧ અને ધી ગુજરાત લીગલ મેટ્રોલોજી (એન્ફો) રૂલ્સ – ૨૦૧૧ અન્વયે વિવિધ એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાંથી ૮ર એકમો સામે ઉપરોક્ત કાયદા નિયમોનાં ભંગ બદલ કાર્યવાહી કરી જુદી-જુદી કલમ નિયમો હેઠળ રૂ.૧,૦૯,૨૦૦/-નો દંડ વસુલાયો હતો.

તેમજ વિવિધ એકમોનાં ચકાસણી મુદ્રાંકન કરી રૂ.૪૩,૭૫,૦૫૫ની સરકારી ફી અંકે જમા કરાવેલ છે. ઉપરોક્ત કચેરી દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમિયાન – (૧) બાબુભાઈ એમ.ચૌધરી – ઈન્ડીયાપાડા તા.ઉમરગામ (૨) માં કૃપા ડેરી ઉદવાડા તા.પારડી (૩) જલારામ પ્રોવિઝન સ્ટોર જી.આઈ.ડી.સી. કોલોની તા.ઉમરગામ

(૪) અન્નપુર્ણ સુપર સ્ટૉર – ઉંમરગામ (૫) શ્રી ગાર્ડન બેકરી – ઉમરગામ (૬) રામદેવ ડેરી – ઉંમરગામ (૭) રઘુવિર કિરણા સ્ટોર કોલક તા.પારડી (૮) દશામાં કિરાણા સ્ટોર બલિઠા તા.વાપી સાથે દુધ-છાસ તથા ઠંડા પીણાના સીલબંધ પેકેટ ઉપર ઉત્પાદક પેકેટ દ્વારા દર્શાવવામાં આવેલા મહતમ વેચાણ કિંમત (સ્ઇઁ) કરતાં વધુ ભાવે લેવા બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.

પેકેજ કોમોડીટીસ રૂલ્સનાં ભંગ બદલ (૧) વિનાયક કિરાણા સ્ટોર, ઈન્ડિયાપાડા તા.ઉમરગામ (૨) ગુરુકૃપા કિરાણા સ્ટોર, નરોલીફાટક તા.ઉમરગામ (૩) સત્યમ કિરાણા સ્ટોર, કરજગામ તા.ઉમરગામ (૪)કોલક કિરાણા, સરીગામ તા.ઉમરગામ (૫) મહાદેવ પ્રોવિઝન સ્ટોર સરીગામ, તા.ઉમરગામ તેમજ (૧) ગિરીરાજ કાઠીયાવાડી ભોજનાલય-નરોલી ફાટક ભીલાડ

(૨) હોટલ વેજ પ્લાઝા સરીગામ તા.ઉમરગામ સામે મેનુકાર્ડમાં જથ્થો નહીં દર્શાવવા બાબતે તથા વજન માપનાં સાધનો ચકાસણી કરાવ્યા વગર ઉપયોગ કરવા બદલ (૩) શ્રી વિષ્ણુ સૌ મીલ પરીયારોડ પારડી (૪) નિરવ ધ મોલ, ઓરવાડ, ઉદવાડા તા.પારડી

(૫) શ્રી અંબે કોર્પોર્પોરશન, સરીગામ તા. ઉંમરગામ (૬) આર કે.એન્ટરપ્રાઈસ, સરીગામ (૭) પ્રકાશભાઈ ઍસ. નંદાની જી.આઇ.ડી.સી., ગુંદલાવ (૮) મારૂતિ ટીંબર, જી.આઈ.ડી.સી., ગુંદલાવ (૯) પ્રતિકભાઈ આર. પટેલ જી.આઈ.ડી.સી., ગુંદલાવ તેમજ અન્ય એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ઔધોગીક એકમ (૧) આકેટ્‌સ ફોમ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.૨૬/૧ વલવાડા, તા.ઉમરગામ (ર) મે.શીલા ફુડ્‌સ-પ્લોટ નં-૧૬૦૧/૮ જી.આઇ.ડી.સી. થર્ડ્‌ફેસ, ઉમરગામ સામે પેકેજ કોમોડીટીસ રૂલ્સ અનવ્યે રજીસ્ટ્રેશન નહી કરાવવા અંગે કાર્યવાહી કરી રૂ.૪૨,૦૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.