Western Times News

Gujarati News

64 વર્ષની ઉંમરે અલવીદા કર્યુ દુનિયાને આ ગોરિલાએ: કેરટેકર પણ રડી પડ્યો

દુનિયાના બીજા નંબરના સૌથી વયોવૃદ્ધ ગોરિલ્લાનું મોત થઈ ગયું છે. અમેરિકાના કેંટકીના લુઈસવિલે પ્રાણીસંગ્રહાલયે તેની જાણકારી આપી છે. હેલેન નામના આ ગોરિલ્લાની ઉંમર ૬૪ વર્ષ હતી.

પશ્ચિમી તરાઈ ગોરિલ્લાને લોકો પ્રેમથી ‘ગ્રેંડ ડેમ’ કહેતા હતા. મોટા ભાગે ગોરિલ્લાની સરેરાશ ઉંમર ૩૯ વર્ષ હોય છે. Helen, the second-oldest gorilla in the world, died at 64, the Louisville Zoo says

પ્રાણીસંગ્રહાલય તરફથી એક પ્રેસનોટ જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, હેલેને પોતાના મોટા ભાગના જીવનમાં ઉલ્લેખનિય રીતે સારા સ્વાસ્થ્યનો આનંદ લીધો છે. ખાલી અપેક્ષિત ઉંમરમાં અમુક નાની નાની બિમારી આવી. જો કે તેણે હાલમાં જ વધતી ઉંમરની સાથે અસ્થિરરતા અને કંપકંપી અનુભવી હતી. જેનાથી તેનું સ્વાસ્થ્ય ખૂબ નબળું પડ્યું હતું. તેની દેખરેખ કરનારાઓએ તેને શુક્રવારે ઈચ્છા મૃત્યુ આપવાનો નિર્ણય લીધો હતો.

લુઈસવિલે પોતાની આખી જિંદગી દરમિયાન, હેલેને પોતાના વિશાળ વ્યક્તિત્વ અને લાંબી ઉંમરથી પ્રાણી સંગ્રહાલયના દર્શકોને આકર્ષયા છે. પ્રાણી સંગ્રહાલયમાં કામ કરતા લોકોની આંખો ભીની થઈ ગઈ. લુઈસવિલે પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર ડૈન મૈલોનીએ કહ્યું કે, હેલેને એવા માણસો સાથે સંબંધ બનાવ્યો, જેને પ્રાણી સંગ્રહાલયમાં વાતો કરી હતી.

સૌથી જૂના ગોરિલ્લાનું નામ ફતોઉ છે. લુસઈવિલે પ્રાણી સંગ્રહાલયના જણાવ્યા અનુસાર, ૬૫ વર્ષિય ગોરિલ્લો બર્લિનના પ્રાણી સંગ્રહાલયમાં રહે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.