Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. ગત રાત્રે થયેલા એક આતંકવાદી હુમલામાં યુપીના બે શ્રમિકોના મોત થયા છે.

અગાઉ પણ આ પ્ર્કારની ઘણી બધી ઘટનાઓ બની છે જેમાં બિહાર કે દેશના અન્ય કોઈ પ્રાંતમાઠી આવતા લોકો પર આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ હુમલાઓ કરવામાં આવ્યા હોય. આજે ફરી આ ર્પ્કરની ઘટના બનતા ફફડાટનો માહોલ છે. બંને મૃતક શ્રમિક મુશીર કુમાર અને રામ સાગર કન્નૌજ જિલ્લાના રહેવાસી હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકીઓએ મોડી રાત્રે ગ્રેનેડથી હુમલો કર્યો હતો.

હુમલાની માહિતી બાદ કાશ્મીર પોલીસે ઘેરાબંધી કરી છે અને લશ્કર-એ-તૈયબાના એક આતંકવાદીની ધરપકડ કરી છે. આતંકીઓએ શોપિયામાં હરમન વિસ્તારમાં બંને મજૂરો પર ગ્રેનેડ ફેંક્યા હતા જેના કારણે બંને ગંભીર સ્વરૂપે ઘાયલ થયા હતા.

ઉતાવળમાં સ્થાનિક લોકોએ બંનેને હોસ્પીટલમાં ભરતી કરાવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. એડીજીપી કશ્મીર જાેન વિજય કુમારે મીડિયાની વાત કરતાં કહ્યું હતું કે પ્ર્તિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના હાઇબ્રીડ આતંકી ઇમરાન બશીર ગની, હરમન હતા જેમણે મજૂરો પર ગ્રેનેડ ફેંક્યા હતા. આતંકીઓને શોપિયા પોલીસે પકડ્યા હતા. અને વધારે તપાસ ચાલી રહી છે.

ધરપકડ કરાયેલા આતંકવાદીએ હુમલાની કબૂલાત કરી છે. જાે કે તમને જણાવી દઈએ કે, આ પહેલી ઘટના નથી જ્યારે ઉત્તર ભારતીયો અને કાશ્મીરી પંડિતોને નિશાન બનાવીને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોય. ત્રણ દિવસ પહેલા જ એક કાશ્મીરી પંડિતની હત્યા કરવામાં આવી હતી. આ અગાઉ પણ બિહારના શ્રમિકોને ટાર્ગેટ બનાવવાની ઘણી ઘટનાઑ બની ચૂકી છે.

એડીજીપી કાશ્મીર ઝોન વિજય કુમારે જણાવ્યું કે, શોપિયાં વિસ્તારના હરમનમાં ન્ી્‌ના આતંકવાદી ઇમરાન બશીર ગનીએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો, જેમાં બે શ્રમિકોના મોત થયા છે. પોલીસે ઈમરાન બશીરની ધરપકડ કરી લીધી છે અને આ કેસમાં તપાસ અને દરોડા ચાલુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.